લાલુ, રાબડી અને લાલુ, રાબડી અને મીસાને જમાનત આપવામાં આવી છે. અગામી સુનવણી ૮ મે ના રોજ

નવીદિલ્હી,બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના પરીવારની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લેતી. જમીનના બદલામાં નોકરી મામલે આજે ફરી દિલ્હીની રાઉજ એવેન્યુ કોર્ટમાં સુનવણી થઇ હતી. જેમા ભાગ લેવા મટે પૂર્વ સીએણ રાબડી દેવી અને આરજેડી સાંસદ મીસા ભારતી કોર્ટમાં પહોચી હતી. આ મામલમાં ૧૫ માર્ચે લાલુ, રાબડી અને લાલુ, રાબડી અને મીસાને જમાનત આપવામાં આવી છે. તેમણે તેના માટે ૫૦ હજાર જામીન ભરવા આપવા પડ્યા હતા.

સુનવણી દરમિયાન લાલુ પ્રસાદ પરિવારના વકીલે પોતાનો પક્ષ રાખ્યો હતો. તેના પર કોર્ટે સીબીઆઇ પાસે તમામ આરોપીઓની ચાર્જશીટની કોપી આપવા માટે કહ્યુ હતુ. આ મામલાની આગામી સુનવણી ૮ મે ના રોજ થશે. યુપીએ પહેલી સરકારમાં લાલુ પ્રસાદ યાદવને રેલ મંત્રી બનાવામાં આવ્યા હતા. આરોપ છે કે, તેમના પરીવારે રેલવેમાં નોકરીના બદલામાં ગોટાળો કર્યો. તેમણે લોકો પાસેથી જમીન લીધી અને તેના બદલામાં ઘણા લોકોને નોકરી આપી હતી. આ કૌભાંડ લેન્ડ ફોર જોબ સ્કેમ કહેવામાં આવ્યો છે. બાદમાં સીબીઆઇએ આ કેસની જવાબદારી સંભાળી હતી. જેમા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હરતી. સીબીઆઇની તપાસમાં એ વાત સામે આવી કે ભરતી પ્રક્રિયાનો ઉલ્લંઘન કરતા ઘણા લોકોને નોકરી આપવામાં આવી હતી.