લાલુ પ્રસાદ યાદવના પુત્રવધુ રાજશ્રી યાદવની રાજકારણમા એન્ટ્રી થઈ શકે છે

પટણા, બિહારમાં રાજ્યસભાની ૬ બેઠકો માટે ૨૭ ફેબ્રુઆરીએ મતદાન થશે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે, કે લાલુ પ્રસાદ યાદવનો પરિવાર તેમની પુત્રવધુ એટલે કે તેજસ્વી યાદવની પત્ની રાજશ્રીને રાજકારણમાં ઉતારશે.વાસ્તવમાં આરજેડી ક્વોટામાંથી રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી રહી છે. રાજશ્રી યાદવને એક સીટ પર રાજ્યસભામાં મોકલી શકાય છે.

રાજ્યસભાની ચૂંટણી પહેલા લાલુ પ્રસાદ યાદવની પુત્રવધૂ અને તેજસ્વીની પત્ની રાજશ્રી બિહારના રાજકારણમાં સક્રિય થઈ ગયા છે. વાસ્તવમાં લાલુ પરિવાર રાજશ્રીને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. પત્ની અને પુત્રી બાદ હવે લાલુ યાદવ પોતાની પુત્રવધૂને રાજકીય ક્ષેત્રમાં ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. આરજેડી ક્વોટામાંથી રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી રહી છે. રાજશ્રી યાદવને એક સીટ પર રાજ્યસભામાં મોકલી શકાય છે.

બિહારના ડેપ્યુટી સીએમ અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવના લગ્ન વર્ષ ૨૦૨૧માં રાજશ્રી સાથે થયા હતા. પહેલા રાજશ્રીનું નામ રશેલ હતું. લગ્ન પછી તેણે પોતાનું નામ બદલીને રાજશ્રી રાખ્યું. રાજશ્રી હરિયાણાના રેવાડીના એક ખ્રિસ્તી પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને બાળપણથી દિલ્હીમાં રહેતી હતી. તેજસ્વી યાદવ અને રાજશ્રીએ નવી દિલ્હીના આરકે પુરમની ડીપીએસ સ્કૂલમાં સાથે અભ્યાસ કર્યો હતો. રાજશ્રી લગ્ન પહેલા એર હોસ્ટેસ તરીકે કામ કરતી હતી. રાજશ્રીએ સ્નાતક સુધી અભ્યાસ કર્યો છે.

બિહારની છ રાજ્યસભાની સીટો પર ચૂંટણી માટે ચૂંટણી પંચે ગુરુવારે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ છ બેઠકો પરના સાંસદોનો કાર્યકાળ આવતા મહિને પૂરો થઈ રહ્યો છે. આ સાથે રાજ્યસભાની દ્વિવાષક ચૂંટણી માટે નોમિનેશન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ૧૫ ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. આ અડધો ડઝન બેઠકોમાંથી, ત્રણ-ત્રણ બેઠકો રાજ્યના સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ અને ગ્રાન્ડ એલાયન્સ પાસે છે. જનતા દળ-યુનાઈટેડના પ્રમુખ મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા તાજેતરમાં પક્ષ પરિવર્તનને કારણે, મહાગઠબંધન હાલમાં રાજ્યમાં વિપક્ષની ભૂમિકામાં છે.

રાજ્યસભા બેઠક માટે ૨૭ ફેબ્રુઆરીએ મતદાન થશે. પ્રસ્થાપિત પરંપરા મુજબ સવારે ૯ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી મતદાન થશે, જ્યારે તે જ દિવસે સાંજે ૫ વાગ્યાથી મતગણતરી થશે. જે સાંસદોનો વર્તમાન કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે તેમાં વશિષ્ઠ નારાયણ સિંહ અને અનિલ હેગડે સુશીલ કુમાર મોદી,મનોજ કુમાર ઝા અને અશફાક કરીમ અને પ્રદેશ કોંગ્રેસ અયક્ષ અખિલેશ પ્રસાદ સિંહનો સમાવેશ થાય છે. ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના એનડીએના ત્રણ ઉમેદવારો સરળતાથી રાજ્યસભામાં ચૂંટાઈ શકે છે.