બાલાસિનોર, વરધરી વીરપુર વિભાગ લેઉઆ પાટીદાર વિકાસ ઘટક સમાજ બી.એલ.પટેલ ભવન લાલસર ખાતે ઑર્થો પેડિક હાડકાને લગતા સર્વે રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં 150 થી વધારે દર્દીઓ એ લાભ લીધો હતો. કેમ્પમાં વિના મુલ્યે ચેકઅપ કરી દવાઓ પણ આપવામાં આવી હતી.
આ કેમ્પનું આયોજન વરધરી વીરપુર વિભાગ લેઉઆ પાટીદાર સમાજ વિકાસ ઘટકના સહયોગ થી ડો. હિરેનભાઈ બી. પટેલ તથા ડો. દિપાલીબેન એચ.પટેલ (હાલ આણંદ) વેદાન્તા હોસ્પિટલ દ્વારા આયોજન કરી આ ઓથોપેડીક કેમ્પનું આયોજન કરી સમાજ સેવાનું ઉમદા કાર્ય કર્યું હતું. સમાજના અગ્રણીઓ અને વિકાસ ઘટકના પ્રમુખ, મંત્રી, હોદ્દેદારોએ આભાર વ્યક્ત કર્યો હતો.