’લાલ સિંહ ચઢ્ઢા’ લોપ થયા બાદ આમિર ખાન એક્ટિંગ નહીં કરે

મુંબઇ,

આમિર ખાને તાજેતરમાં બ્રેક લેવાની એનાઉન્સમેન્ટ કરીને તેના ફેન્સને ચોંકાવી દીધા હતા. તેણે પોતાની એક્ટિંગમાંથી બ્રેક લીધો છે. આમિર ’ચેમ્પિયન્સ’ નામની ફિલ્મમાં એક કેરેક્ટર ભજવવાનો હતો, પરંતુ તેણે હવે તે કરવાની ના પાડી દીધી.

આ ફિલ્મને આમિર પોતે પણ પ્રોડ્યુસ કરી રહ્યો છે. તેણે ફિલ્મમાં એક્ટિંગ કરવાનો ઇનકાર કર્યો હતો અને તે હવે ફિલ્મ પ્રોડ્યુસ કરશે. તાજેતરમાં જ મીડિયા સાથે વાતચીત દરમિયાન તેણે જણાવ્યું હતું કે તે તેની માતા અને તેના બાળકો સાથે રહેવા માટે થોડો સમય એક્ટિંગમાંથી બ્રેક લેવા માંગે છે.

રિપોર્ટ અનુસાર, આમિર ખાને કહ્યું, જ્યારે હું એક એક્ટર તરીકે કોઈ ફિલ્મ કરું છું, ત્યારે હું તેમાં એટલો ખોવાઈ જાઉં છું કે મારા જીવનમાં બીજું કંઈ જ થતું નથી. ’લાલ સિંહ ચઢ્ઢા’ બાદ મારે એક ફિલ્મ કરવી હતી. તે એક અદ્ભુત સ્ક્રિપ્ટ છે, એક સુંદર વાર્તા છે અને તે હૃદયસ્પર્શી અને સુંદર ફિલ્મ છે.

આમિર ખાને આગળ કહ્યું, “પરંતુ મને લાગે છે કે હું બ્રેક લેવા માંગુ છું. હું મારા પરિવાર સાથે, મારી માતા સાથે, મારા બાળકો સાથે સમય પસાર કરવા માંગુ છું. તમને જણાવી દઈએ કે આમિર ખાન ૩ દાયકાથી વધુ લાંબી કરિયરમાં પહેલીવાર એક્ટિંગમાંથી બ્રેક લઈ રહ્યો છે. તેણે વધુમાં કહ્યું, મને લાગે છે કે હું ૩૫ વર્ષથી કામ કરી રહ્યો છું અને મેં મારા કામ પર એકાગ્રતા સાથે યાન કેન્દ્રિત કર્યું છે.

આમિર ખાને કહ્યું, “મને લાગે છે કે તે મારા નજીકના લોકો માટે યોગ્ય નથી. ત્યારે મને લાગે છે કે મારે તેની સાથે રહેવા માટે થોડો સમય કાઢવો જોઈએ. અને ખરેખર જીવનને અલગ રીતે અનુભવવું પડે છે. હું આગામી દોઢ વર્ષ સુધી એક્ટર તરીકે કામ કરીશ નહીં.

જણાવી દઇએ કે આમિર ખાન છેલ્લે કરીના કપૂર ખાન સાથે ફિલ્મ ’લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ટોમ હેક્ધ્સની ફોરેસ્ટ ગમ્પની ઓફિશિયલ હિન્દી રિમેક હતી. ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.