નવીદિલ્હી, હુતી આતંકવાદીઓએ લાલ સમુદ્રમાં ભારત આવી રહેલા બ્રિટિશ ઓઇલ ટેક્ધર પર મિસાઇલ ફાયરિંગ કર્યું હતું. હુમલામાં ઓઇલ ટેન્કરને નજીવું નુક્સાન થયું હતું. યમનના ઈરાન સમથત હુતી આતંકવાદીઓએ કહ્યું છે કે જ્યાં સુધી ઈઝરાયેલ પેલેસ્ટાઈન વિરુદ્ધ કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે ત્યાં સુધી તેઓ ત્યાં રહેતા લોકોના સમર્થનમાં લાલ સમુદ્રમાં જહાજો પર હુમલા કરવાનું ચાલુ રાખશે.
પોલક્સ ૨૪ જાન્યુઆરીએ રશિયાના કાળા સમુદ્ર પર આવેલા બંદર શહેર નોવોરોસિસ્કથી રવાના થયું હતું. તે ૨૮ ફેબ્રુઆરીના રોજ ભારતના પારાદીપ પહોંચશે. ઈન્ડિયન ઓઈલ કંપનીની પારાદીપમાં ત્રણ લાખ બેરલ પ્રતિ દિવસની ક્ષમતાની રિફાઈનરી છે. જીછ-માલિકીનું જહાજ સી ટ્રેડ મરીન જીજી વતી ઓશનફ્રન્ટ મેરીટાઇમ દ્વારા સંચાલિત છે. આ અંગે બંનેમાંથી કોઈ કંપની દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.