લખનૌ, ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એર પોર્ટથી રવિવારથી હજ યાત્રા માટે ફ્લાઈટ્સનું સંચાલન શરૂ થશે. હજ માટે ૪૫થી વધુ ફ્લાઈટ્સ થશે, જેમાં ૧૪૦૦૦ થી વધુ હાજયાત્રી મદિના લઇને જશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ૨૯૮ મુસાફરોને લઈને પ્રથમ ફ્લાઈટ લખનઉથી બપોરે ૧૨ કલાકે મદીના માટે રવાના થશે અને બીજી ફ્લાઈટ ત્રણ કલાક બાદ લગભગ એટલી જ સંખ્યામાં મુસાફરો સાથે રવાના થશે. તીર્થયાત્રીઓની સુવિધા માટે લખનઉ એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
સીસીએસઆઇએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ વર્ષે, એરપોર્ટ હજ યાત્રીઓની સંખ્યા કરતા બમણાથી વધુ, ૨૦૨૨ માં ૫,૫૦૦ ની સરખામણીએ લગભગ ૧૧,૫૧૯ હજ યાત્રીઓને હેન્ડલ કરશે. આ ઉપરાંત, વારાણસીથી લગભગ ૨,૫૯૫ મુસાફરો લખનૌમાં ઉતરશે અને આંતરરાષ્ટ્રીય ટર્મિનલ દ્વારા મદીનાની મુસાફરી કરશે. મુસાફરોની સુવિધા માટે, અમે ટર્મિનલ -૧માં પ્રવેશ માટે એક વિશેષ ગેટ અને છેલ્લી ઘડીની ઔપચારિક્તાઓ પૂર્ણ કરવા માટે હેલ્પ ડેસ્કની ફાળવણી કરી છે. મુસાફરો યાત્રા માટે સલામત રીતે પ્રયાણ કરે તે સુનિશ્ર્ચિત કરવા એરપોર્ટ તમામ સંબંધિત હિતધારકો સાથે કામ કરી રહ્યું છે.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઇમિગ્રેશન, સીઆઇએસએફ અને કસ્ટમ અધિકારીઓના સંકલનમાં એક અલગ સામાન સ્ક્રીન સુવિધા બનાવવામાં આવી છે. અમે હજ યાત્રીઓની અવરજવર માટે રાજ્ય હજ સમિતિ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. ટર્મિનલ -૧ ના સુરક્ષા ક્ષેત્રમાં, હજ યાત્રીઓ દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓ માટે અલગ વિસ્તારો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં અનુક્રમે પુરુષ અને મહિલા યાત્રાળુઓ માટે અલગ વુડુ ખાના અને નમાઝ વિભાગનો સમાવેશ થાય છે. એરપોર્ટ ૨૧ મે થી ૬ જૂન સુધી ૪૫ થી વધ ફ્લાઈટ્સનું સંચાલન કરશે. સાઉદીયા એરલાઇન્સ દ્વારા હજ માટે વિશેષ ફ્લાઈટ્સનું સંચાલન કરવામાં આવશે.