લખનૌમાં પ્રચંડ ઠંડી,૧૦ વર્ષનો રેકોર્ડ તોડયો,આગ્રા,અયોધ્યા સ્થિતિ ગંભીર

લખનૌ,

ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં ગત ૧૦ વર્ષોનો રેકોર્ડ તુટી ગયો છે.ઠંડીને કારણે લોકો ઘરમાં રહેવા મજબુર થયા છે.ઠંડી અને ધુમ્મસ વધી ગઇ છે.લખનૌમાં ઠંડીએ ૧૦ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે ન્યુનતમ તાપમાન ૬.૬ ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યો છે જે ડિસેમ્બરમાં ૧૦ વર્ષોમાં સોથી ઓછો રહ્યો જયારે અધિકતમ તાપમાન ૧૭.૧ ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યો છે.સવારે પાટનગરમાં ગાઢ ધુમ્મસ પણ જોવા મળ્યુ હતું.હવામાન વિભાગ અનુસાર આગામી ૨૪ કલાક સુધી આવું જ વાતાવરણ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ર્ચિમી વિક્ષોભના કારણે થયેલ વરસાદને કારણે ઠંડીનો પ્રકોપ વધી ગયો છે જયારે ચિલ વિંડ ફેકટરને કારણે પણ તાપમાનમાં ઘટાડો આવ્યો છે.ઉચ્ચ હિમાલયી વિસ્તારો અને રેગિસ્તાની વિસ્તારોથી આવી રહેલ હવાઓએ પણ ઠંડી વધારી દીધી છે.

અયોધ્યા માં પણ ઠંડી ખુબ વધી ગઇ છે.સવાર સાંજ ચાલી રહેલ શીતલહેરે ઠંડી વધારી દીધી છે.સવારે ઘરમાંથી બહાર નિકળવું મુશ્કેલ થઇ ગયું છે સ્કુલી બાળકો અને કચેરીએ જનારા લોકોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વારાણસીમાં પણ ૧૦થી ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ગતથી હવા ચાલી રહી છે ઠંડી હવાઓના કારણે ધુમ્મસ વધી ગયું છે પહાડો પર થઇ રહેલ બરફવર્ષાને કારણે મેદાની વિસ્તારમોમાં વધુ ઠંડી પડી રહી છે. જયારે તાજનગરી આગ્રામાં પણ ભારે ઠંડી પડી રહી છે અહીં આઠ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી હવા ચાલી રહી છે ભારે ગરમીને કારણે લોકો તાપણા કરતા નજરે પડી રહ્યાં છે.