
લખનૌ, લખનૌ કૈસરબાગમાં મોસ્કો કોર્ટના ગેટ પર વકીલના ડ્રેસમાં આવેલા યુવકે કુખ્યાત આરોપી સંજીવ માહેશ્ર્વરી ઉર્ફે જીવાની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. એક બાળકી અને એક સિપાહી પણ ઈજાગ્રસ્ત થયા છે. સંજીવ માહેશ્ર્વરી જીવાને પોલીસે એકે-૪૭ અને ૧૩૦૦ કારતૂસોની સાથે શામલીમાં ઝડપી લીધો હતો. તે પશ્ર્ચિમી યુપીમાં અતીક અહમદ જેવું નામ ધરાવતો હતો. સંજીવ જીવા પર બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યાનો આરોપ હતો, જેણે માયાવતીનો ગેસ્ટ હાઉસ કાંડમાં જીવ બચાવ્યો હતો.
ભાજપના ધારાસભ્ય કૃષ્ણાંદ રાયની હત્યામાં દિલ્હીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે મુખ્તાર અંસારી, અફઝલ અંસારી અનેજીવા સહિત સાત આરોપીઓને છોડી દીધા હતા. ૨૯ ડિસેમ્બર ૨૦૦૫માં ગાઝીપુરમાં રાયની હત્યા થઈ હતી. સંજીવ માહેશ્ર્વરી ઉર્ફે જીવા મુખ્તાર અંસારીનો ખાસ હતો.
એક વકીલે કહ્યુ કે હું અહીં દરરોજ આવુ છે પરંતુ આજે જે થયું તે શરમજનક છે. એક બાળકીને ગોળી વાગી છે. તેના પિતા પોતાની બાળકી માટે તડપી રહ્યાં છે. કોર્ટમાં આવતા પહેલા ચેકિંગ થાય છે, અમારા લોકોનું પણ ચેકિંગ થાય છે. કોર્ટ પરિસરની અંદર અ આવી રહ્યાં છે.
સંજીવ મહેશ્ર્વરી જીવા શામલી જિલ્લાનો રહેવાસી હતો. ગુનાઓની દુનિયામાં તેણે ૯૦ના દાયકાની શરૂઆતમાં પગ મુક્યો હતો. તેની વિરુદ્ધ ૨૨ કેસ દાખલ ગતા. તેને બાહુબલી મુખ્તાર અંસારીની નજીકનો જણાવવામાં આવે છે. શરૂઆતી દિવસોમાં તે દવાખાનામાં ક્મ્પાઉડરની નોકરી કરતો હતો. નોકરીના સમયે દવાખાનાના સંચાલકનું અપહરણ કરી લીધુ હતું. કોલકત્તામાં એક કારોબારીના પુત્રનું અપહરણ કરી ૨ કરોડની ખંડણી માંગી હતી. ૧૦ મે ૧૯૯૭ના તેનું નામ ભાજપના મોટા નેતા બ્રહ્મ દત્ત દ્વિવેદીની હત્યામાં સામે આવ્યું હતું. તે જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો.