લખીમપુર ખેરી હિંસા કેસ: આશિષ મિશ્રાને ફરી રાહત, સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન ૨૬ સપ્ટેમ્બર સુધી લંબાવ્યા

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ પૂજા સ્થાનો પરના ૧૯૯૧ના કાયદાની માન્યતાને પડકારતી અરજીઓની સુનાવણી કરી હતી. કોર્ટે કેન્દ્રને જવાબ દાખલ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે. બીજી તરફ એક કેસમાં કોર્ટે દિલ્હીના રાજ્યપાલ વિનય કુમાર સક્સેનાને ઝાટકો આપ્યો છે. આ સિવાય લખીમપુર ખેરી હિંસા કેસના આરોપી આશિષ મિશ્રાને ફરી રાહત મળી છે.

લખીમપુર ખેરી હિંસા કેસ ૨૦૨૧ના લખીમપુર ખેરી હિંસા કેસમાં કાર્યવાહીનો સામનો કરી રહેલા કેન્દ્રીય મંત્રી અજય કુમાર મિશ્રાના પુત્ર આશિષની વચગાળાની જામીન સુપ્રીમ કોર્ટે મંગળવારે ૨૬ સપ્ટેમ્બર સુધી લંબાવી છે.

જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે નોંધ્યું હતું કે આ મામલે સુનાવણી ચાલી રહી છે અને મામલાને મુલતવી રાખ્યો છે. અગાઉ ૨૪ એપ્રિલે સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટને આ મામલે રોજેરોજની સુનાવણી હાથ ધરવા માટે નિર્દેશ આપવાનું શક્ય નથી કારણ કે તે ત્યાં પડતર અન્ય કેસોને અસર કરી શકે છે.

કોર્ટે પૂજાના સ્થળો (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ, ૧૯૯૧ની કેટલીક જોગવાઈઓને પડકારતી અરજીઓના બેચ પર પોતાનો જવાબ દાખલ કરવા માટે કેન્દ્રને ત્રણ મહિનાનો સમય આપ્યો છે. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા કહે છે કે આ મામલો ન્યાયાધીન છે અને સરકારને તેનો જવાબ દાખલ કરવા માટે હજુ થોડો સમય જોઈએ છે.

નોંધપાત્ર રીતે, પૂજા સ્થાનો (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ ૧૯૯૧ એ એક અધિનિયમ છે, જે કોઈ પણ પૂજા સ્થળને એક ધર્મમાંથી બીજા ધર્મમાં રૂપાંતરિત કરવા અને ધામક આધારો પર કોઈપણ સ્મારકની જાળવણી પર પ્રતિબંધ મૂકે છે, જે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ સુધી અસ્તિત્વમાં આવ્યું હતું. . છે. આ કેન્દ્રીય કાયદો ૧૮મી સપ્ટેમ્બર, ૧૯૯૧ના રોજ પસાર કરવામાં આવ્યો હતો.

આ સાથે જ સુપ્રીમ કોર્ટે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને યમુના કાયાકલ્પ પ્રોજેક્ટ પર ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવાના દ્ગય્ના આદેશ પર સ્ટે મૂક્યો હતો.