લખનોમાં ફુલ સ્પિડે જતી કાર બેકાબૂ થઈને નાળામાં જઈને પડી, ૪ મિત્રોના થયાં મોત

લખનૌ,

રાજધાની લખનઉના પોલીસ સ્ટેશન સૈરપુરના નરહરપુરની નજીક એક બેકાબૂ કાર નાળામાં સમાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થઈ ગયા છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. મળી રહેલી જાણકારી મુજબ વળાંક પર ફુલ સ્પિડે મારુતી એસ્ટીમ કાર બેકાબૂ થઈને નાળામાં જઈને પડી હતી.

આ દુર્ઘટનામાં ચાર યુવક, સંદીપ યાદવ, નિખિલ શુક્લા, અંક્તિ શ્રીવાસ્તવ અને રાકેશ યાદવની મોત થઈ ગઈ હતી. જ્યારે કાર સવાર સત્યમ પાંડે દુર્ઘટનામાં મામૂલી રીતે ઘાયલ થયો છે. કહેવાય છે કે, તમામ મૃતક સંદીપ યાદવના ભાઈને મળીને પરત ફરી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના થઈ હતી.

ગ્રાહક ફોરમના રિટાયર્ડ જજના ડ્રાઈવર અમરનાથ યાદવે સરકારી નંબરની કારને હરાજીમાં ખરીદી હતી. આ દુર્ઘટનામાં રિટાયર્ડ જજના ડ્રાઈવર અમરનાથ યાદવના દીકરા સંદીપ યાદવનું મોત થયું છે. હાલમાં પોલીસે તમામ લાશોને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.