- શું પાકિસ્તાનથી કોંગ્રેસ ચૂંટણી લડવા માંગે છે?: ભાજપ લાલઘૂમ
લાહોર,
પાકિસ્તાનના મંચ પરથી શશી થરૂ રના વિવાદાસ્પદ અને ભારતને બદનામ કરનાર નિવેદન બાદ ભાજપે વળતો પ્રહાર કર્યો છે. ભાજપ પ્રવકતા સંબિત પાત્રાએ કહૃાું કે થરૂર પાકિસ્તાનમાં ભારતને બદૃનામ કરવાની કોશિષ કરવા માંગે છે. શું કોંગ્રેસ પારિસ્તાનમાં ચૂંટણી લડવા માંગે છે? તેમણે કહૃાું હતું કે શશી થરૂરે ભારતને મજાક બનાવી છે અને ભારતને એક ખરાબ પરિદ્રષ્યથી દેખાડવાની કોશિષ કરી છે.
આપને જણાવી દઇએ કે પાકિસ્તાનના મંચ પરથી કહૃાું હતું કે ભારતમાં મુસલમાનો અને ઉત્તર-પૂર્વના લોકોની સાથે ભેદૃભાવ થાય છે. લાહોર થિક ફેસ્ટિવલમાં વર્ચ્યુઅલ સંબોધનમાં તેમણે કહૃાું કે ભારતમાં એક બીજાથી ડરનો માહોલ છે. ચીની જેવા દેખાતા લોકોની સાથે ભેદભાવ થાય છે. તેમણે તબલીગી જમાતનો પક્ષ લેતા કહૃાું કે કોરોનાના સમયમાં મુસલમાનોને પરેશાન કર્યા. સાથો સાથ કહૃાું મોદી સરકાર કોરોના વાયરસના મેનેજમેન્ટમાં નિષ્ફળ ગઇ છે, તેના કરતાં તો પાકિસ્તાને સારું કર્યું છે.
તેમના નિવેદન પર ભાજપ નેતા સંબિત પાત્રા એ કહૃાું કે બીજો કોઇ દેશ ભારત જેવો લોકતાંત્રિક નથી. અહીં બધા માટે ચિતાની વાત છે. થરૂરે પાકિસ્તાની મીડિયા સામે ભારત વિશે ખરાબ કહૃાું. પાત્રાએ કહૃાું કે હિન્દૃુસ્તાનનો એક સાંસદ આવું નિવેદન પણ આપી શકે છે. તેમણે કહૃાું કે તબલીગી જમાતને લઇ કેવા પ્રકારનો પક્ષપાત હિન્દૃુસ્તાનની સરકાર કરી રહી છે અને મુસલમાનોની વિરૂદ્ધ કટ્ટરતા દેખાડી રહી છે. શશી થરૂર આ વાત પાકિસ્તાન જઇ બોલી રહૃાા છે.
પાત્રાએ કહૃાું કે તેમણે કયારેય પાકિસ્તાનને પૂછવાની િંહમત કરી છે કે પાકિસ્તાન કંઇ બાજુ લઘુમતીઓ પર અત્યાચાર કરે છે અને કટ્ટરતા દેખાડે છે. દરરોજ ખબર પડે છે કે ત્યાં હિન્દૃુ, ઇસાઇઓ અને શિખોની સાથે શું થઇ રહૃાું છે. ત્યાં કોઇ લઘુમતીનું અપહરણ, રેપ અને હત્યા સામાન્ય વાત થઇ ગઇ છે. આખરે આ લોકો શું ઇચ્છે છે? શું પાકિસ્તાનથી કોંગ્રેસ ચૂંટણી લડવા માંગે છે?
સંબિત પાત્રા બોલ્યા કોવિડને લઇ આખું વિશ્ર્વ જોઇ રહૃાું છે કે હિન્દૃુસ્તાનને નરેન્દ્ર મોદૃીજી એ કેવી રીતે સુરક્ષિત રાખ્યું, સમયસર લોકડાઉન થયું, કેવી રીતે ૮૦ કરોડ લોકોને ખાદ્યાન્ન પહોંચાડવાનું કામ કર્યું અને આગળ છઠ્ઠ પૂજા સુધી ચાલતું રહેશે.