લહેરા દો.. તિરંગાના સંગે મહીસાગર જીલ્લામાં જામ્યો રાષ્ટ્રભક્તિનો રંગ

  • દેશભક્તિના રંગમાં રંગાયું લુણાવાડા : ભવ્ય તિરંગા યાત્રામાં જોવા મળ્યો લુણાવાડા વાસીઓનો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ.
  • લુણાવાડામાં ઐતિહાસિક ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઇ : શિક્ષણમંત્રી સહિત અધિકારીઓ પદાધિકારીઓ જોડાયા.
  • શિક્ષણ મંત્રી ડો કુબેરભાઈ ડિંડોરએ જીલ્લા સેવા સદન ખાતેથી ભવ્ય રેલીને લીલી ઝંડી આપી વોકેથોનમાં જોડાયા.

સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં નીકળેલી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રામાં અનેરો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ તિરંગા યાત્રા માં જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલ, જીલ્લા કલેકટર નેહા કુમારી, જીલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ અને પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સહભાગી થયા હતા.

તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા તિરંગાને શાનથી લહેરાવતા લુણાવાડા નગરવાસીઓના અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. આઝાદીના અમૃતકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી હર ઘર તિરંગાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાં જ્યાં જુઓ ત્યાં ચારેય દિશામાં તિરંગો લહેરાઈ રહ્યો છે. ગુજરાતના ખૂણે-ખૂણે યોજાયેલી તિરંગા યાત્રામાં ઉત્સાહભેર લોકો જોડાઈ રહ્યા છે.

સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરીત હર ઘર તિરંગા અભિયાન હેઠળ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત આ ભવ્ય તિરંગા યાત્રાનું શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ જીલ્લા કલેકટર કચેરી ખાતેથી ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારબાદ ઇન્દિરા મેદાન ખાતે તિરંગા યાત્રાનું સમાપન થયું હતું.

આ ભવ્ય યાત્રામાં શિક્ષણ સમિતિ ચેરમેન પિનાકીન શુક્લ,અગ્રણી દશરથભાઈ બારીયા, પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ સહિત અધિકારીઓ પદાધિકારીઓ, સિનિયર સીટીઝન, તબીબો, સ્વયંસેવી સંગઠનો, વિવિધ સમાજના આગેવાનો, એનસીસી, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ, નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.