લગ્નની રાતે જ યુવતીને તેના પતિનો કડવો અનુભવ થયો. પતિએ લગ્નની પહેલી રાત્રે પત્નીને હોટેલના રૂમમાં એકલી મૂકી હતી દીધી હતી અને પોતે ભાઈ અને ભાભી સાથે સંતા-કૂકડી રમવા માટે ચાલ્યો ગયો હતો. ત્યારબાદ પત્નીને પતિની હરકતો પર શંકા જતા પત્નીએ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, તેનો પતિ ગે છે અને તેને અન્ય પુરુષો સાથે પણ સંબંધ છે. જેથી પત્નીએ પતિના ગે વ્યક્તિઓ સાથેના ચેટીંગ ભેગા કર્યા હતા. આ વ્યક્તિઓના ડૉક્ટર, બિઝનેશમેન અને ગનહાઉસના માલિકનો પણ સમાવેશ થાય છે.
રિપોર્ટ અનુસાર અમદાવાદમાં રહેતી મનીષા(નામ બદલ્યું છે.)ના લગ્ન 8 ફેબ્રુઆરી 2019ના રોજ મનીષ(નામ બદલ્યું છે.) સાથે થયા હતા. લગ્ન પછી સુહાગરાત માટે મનીષે આણંદ નજીક એક રિસોર્ટ બૂક કરાવ્યું હતું. જ્યારે મનીષા લગ્ન કરીને હોટેલમાં ગઈ ત્યારે તેને જાણવા મળ્યું હતું હોટેલમાં મનીષાના ભાઈ અને ભાભી પણ આવ્યા છે. લગ્નની પહેલી રાત્રે જ મનીષ મનીષાને એકલી મૂકીને ભાઈ અને ભાભી સાથે સંતા-કૂકડી રમવા માટે ચાલ્યો ગયો હતો. લગ્નની પહેલી રાત્રે થયેલી ઘટનાને જતી કરી મનીષા પતિ સાથે ખૂશીથી રહેવા લાગી હતી.
પ્રથમ દિવસથી લઇને લગ્નના ઘણા દિવસ સુધી મનીષે મનીષાની સાથે શારીરિક સંબંધ બાંધ્યા નહોતા. પત્નીને શારીરિક સુખ મળતું ન હતું. તેથી મનીષાને શંકા ગઈ હતી કે પતિ મનીષના અન્ય સ્ત્રીની સાથે સંબંધ છે એટલે તે તેની સાથે આ પ્રકારનું વર્તન કરે છે. તેથી મનીષાએ એક દિવસ પતિનો મોબાઈલ તપાસ કર્યો ત્યારે હકીકત એક દમ વિપરીત નીકળી હતી. વોટ્સએપ ચેટીંગ પરથી જાણવા મળ્યું હતું કે, મનીષ ગે છે. મનીષના મોબાઈલમાં બે વોટ્સએપ હતા. જેમાં તે એકમાં પરિવારના સભ્યો, મિત્રો અને સંબંધીઓ સાથે વાત કરતો હતો અને બીજામાં અન્ય યુવકો સાથે સેક્સ અને અન્ય વાતો કરતો હતો. આ ઉપરાંત મનીષાના મોબાઈલમાં ગ્રીન્ડર નામની એક મોબાઈલ એપ્લિકેશન પણ મળી હતી. તેમાંથી તે અન્ય યુવકોની સાથે સંબંધ સંપર્ક કરતો હતો.
જ્યારે મનીષાએ પતિ મનીષને આ બાબતે વાત કરી ત્યારે મનીષે કોઈ જવાબ ન આપ્યો અને એક દિવસ ગુસ્સે ભરાઈને પત્નીને કહ્યું હતું કે, હા હું ગે છું. મને પણ ગેમા જ ઇન્ટરેસ્ટ છે. આ વાતને લઈને પત્ની અને પતિ વચ્ચે મોટી તકરાર થઇ હતી. તેથી મનીષે આ બધું છોડી દેવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ મનીષાએ સમગ્ર ઘટનાની જાણ સાસુ અને સસરાને કરી હતી. જો કે, સસરા નાયબ મામલતદાર હોવાના કારણે તેને યુવતીને જે થાય તે કરી લે અને તું કઈ નહીં કરી શકે તેવું જણાવ્યું હતું.
સાસુ અને સસરા દીકરાની જ ફેવર કરતા હોવા છતાં પણ પત્નીએ મનીષની કરતૂતો પર તપાસ શરૂ રાખી હતી. તેથી તેને જાણવા મળ્યું હતું કે, મનીષના સંબંધ ગાયનેક ડૉક્ટર, બેંક મેનેજર અને ગનહાઉસના માલિકની સાથે પણ છે. ત્યારબાદ મનીષાએ પોતાનું એક ફેક અકાઉન્ટ ગ્રીન્ડર પર બનાવ્યું હતું. તેમાં તેને પતિ સાથે છોકરાની જેમ વાત કરવાની શરૂઆત કરી. તેથી પતિ છોકરો સમજીને મળવા માટે તૈયાર થઇ ગયો હતો. ત્યારબાદ પરિણીતાએ સમગ્ર ઘટનાની જાણ પોતાના પરિવારના સભ્યોને કરી હતી. પરિવારના સભ્યોએ મનીષાના છૂટાછેડા માટે જણાવ્યું હતું પણ મનીષના પરિવારના સભ્યોએ કોઈ જવાબ આપ્યો નહોતો.
આ ઘટનામાં યુવતીના સસરા નાયબ મામલતદાર હોવાના કારણે પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી નહોતો. આ ઉપરાંત સ્થાનિક પોલીસ દ્વારા પણ માત્ર અરજી જ લેવામાં આવતી હતો. તેથી પરિણીતા અંતે સુરેન્દ્રનગર ચાલી ગઈ હતી. ત્યાં તેને પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી ત્યારબાદ જાન્યુઆરી 2021માં તેની ફરિયાદ લેવામાં આવી હતી. આ ઘટનામાં સસરા તેની વગનો ઉપયોગ કરીને તપાસ બરાબર થવા દેતા નહોતા. પોલીસે જ્યારે યુવતીના સસરાના નિવેદન માટે 7 દિવસનો સમય આપ્યો તો સસરા નાયબ મામલતદાર હોવાથી તેઓ હાઈકોર્ટમાં જઈને એક મહિનાનો સ્ટે લઇને આવ્યા હતા. આ ઉપરાંત યુવતીના પતિએ સાયબર ક્રાઈમમાં પ્રાઈવસી લીટ કરી છે તે બાબતે એક અરજી આપી હતી. ત્યારબાદ સાયબર ક્રાઈમના PIએ યુવતી અને તેના પિતા બોલાવીને ધમકી આપી હોવાનો પણ આક્ષેપ પણ મનીષા દ્વારા કરવામાં આવ્યો છે.