લગ્નસરાની સીઝનમાં વાવાઝોડાનું વિન : મંડપ ઉડી જાય એ બીકે અનેક મુરતિયાઓએ લગ્ન કેન્સલ કર્યાં

સુરત, બિપોરજોય વાવાઝોડાએ લગ્નસરાની સીઝન પર પાણી ફેરવી દીધું છે. લગ્નસરાની સીઝનને માત્ર પાંચથી છ દિવસ બાકી છે. સુરતમાં આ દિવસોમાં આશરે ૩૦૦ થી પણ વધુ લગ્ન થવા જઈ રહ્યા છે. પરંતુ સાયકલોનની અસરના કારણે લગ્ન આયોજનોમાં વિધ્ન પડી રહ્યું છે. લગ્ન આયોજનોમાં ભારે પવનથી અસર ન પડે તેથી ડેકોર, લાઇટિંગ સહિતના અન્ય વસ્તુઓ લોકો કેન્સલ કરી રહ્યાં છે. એટલું જ નહીં, જે લોકોએ આઉટડોર લગ્ન પ્રસંગો આયોજિત કર્યા હતા, તેઓ ઇન્ડોર લગ્ન કરવા પર મજબૂર થયા છે. જેથી ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા ઉદ્યોગોને ૪૦ થી ૫૦ ટકાનો નુક્સાન થયું છે.

બિપોરજોય વાવાઝોડાના કારણે ગુજરાત એલર્ટ મોડ પર છે. કાંઠા વિસ્તારના તમામ ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનાર ચાર દિવસ સુધી વરસાદ પડી શકે છે અને ભારે પવન ફૂંકાશે. પરંતુ તેની અસર હવે લગ્નસરાની સીઝન પર થઈ રહી છે. તેના ચાર પાંચ દિવસ પર ખૂબ જ મોટી પડવાની છે. બિપોરજોય વાવાઝોડું વિધ્ન બનીને લગ્નસરા સીઝનમાં સામે આવ્યું છે. લગ્નસરાની સીઝન છેલ્લી હોવાથી જો હાલ લગ્ન નહિ થાય, તો પછી દિવાળી પછીના બીજા મુહૂર્તમાં રાહ જોવી પડશે.

લગ્નસરા આ સીઝન છેલ્લી સીઝન છે. હવેના છેલ્લા તબક્કામાં એટલે કે ચારથી પાંચ દિવસમાં આશરે ૩૦૦થી પણ વધુ લગ્ન થવાના હતા. પરંતુ જે લોકોએ આઉટડોર આયોજન કર્યું હતું, તેમને ભય છે કે જ્યારે વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાશે તો ખુરશીઓ ડેકોર સહિત અન્ય વસ્તુઓ ખાસ કરીને લાઈટ અને ઇલેક્ટ્રીક સિટીમાં સમસ્યા થઈ શકશે. આ કારણે લોકો આઉટડોર લગ્ન પ્રસંગ કેન્સલ કરી લોકો ઇન્ડોર લગ્ન પ્રસંગમાં બુકિંગ કરાવી રહ્યા છે.

ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલાઓનું કહેવુ છે કે આઉટડોર લગ્ન પ્રસંગ જેઓ કરાવી રહ્યા છે. તેઓએ ડેકોરેશન અને થીમ માટે જે પણ વસ્તુઓ બુક કરાવી હતી, તે પ્રોડક્શન પર કાપ મૂકી રહ્યા છે. ખાસ કરીને લાંબા લાંબા પડદા, લાઇટિંગ સહિતની વસ્તુઓ પર કાપ મૂકી રહ્યા છે. જે લગ્નપ્રસંગ ખૂબ જ રંગે ચંગે ઉજવવા લોકો માંગતા હતા, તેમાં વાવાઝોડાના વિધ્નના કારણે લોકોએ કાપ મૂક્યા છે. જેના કારણે ઇન્ડસ્ટ્રીઝને ૫૦ ટકાની અસર થઈ છે.