લગ્ન પછી પત્નીને બેડરુમમાં લઈ ગયો ડોક્ટર, પછી દોસ્તોને બોલાવ્યાં, પુત્રીનું ધર્મ પરિવર્તન

  • યુપીના સહારનપુરમાં પરિણીત મહિલા પર ગેંગરેપની ઘટના સામે આવી છે.

યુપી સરકાર અને પોલીસની કાર્યવાહી બાદ પણ ધર્મ પરિવર્તનના કેસો અટક્તાં નથી અને તેમાં હિંદુ મહિલાઓ ભોગ બનતી હોય છે. આવો એક કિસ્સો યુપીના સહારનપુરમાંથી સામે આવ્યો છે. એક મહિલાએ પોલીસનો સંપર્ક કરતા આરોપ લગાવ્યો હતો કે એક ડોક્ટરે પોતાનો ધર્મ છુપાવીને તેની સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો અને પછી હિંદુ રીતિ-રિવાજ મુજબ તેની સાથે લગ્ન કર્યા હતા અને પછી તેનું અને તેની સાત વર્ષની પુત્રીનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું અને આ પછી પણ આરોપી ડોક્ટરે લગ્ન કરી લીધા.

મહિલાનો આરોપ છે કે ડોક્ટરના ચાર વખત લગ્ન થઈ ચૂક્યા છે. લગ્ન બાદ તે તેને તેના ઘરે લાવ્યો અને સીસીટીવી લગાવેલા બેડરૂમમાં મોકલી દીધી હતી ત્યારે સાથી ડોક્ટરોને બોલાવીને તેની પર ગેંગરેપ કર્યો હતો. આ દરમિયાન આરોપી ડોક્ટર રૂમની બહાર સીસીટીવીમાંથી રૂમની અંદરનું દ્રશ્ય જોતો રહ્યો હતો.

કોલકાતાની મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તે ડોક્ટર અહબર હુસૈન સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેતી હતી ૨૦૨૨માં તેણે હિંદુ રીત રીવાજ પ્રમાણે લગ્ન કર્યાં હતા લગ્ન બાદ આરોપી ડોક્ટરનો અસલી રંગ સામે આવ્યો હતો. આરોપ છે કે ડોક્ટર અહબર હુસૈને તેનું અને તેની સાત વર્ષની પુત્રીનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. આ પછી આરોપીએ તેની સાથે લગ્ન કરી લીધા. આરોપ છે કે ડોક્ટરે તેને સીસીટીવી લગાવેલા બેડરૂમમાં મોકલી હતી અને સાથી ડોક્ટરો શહજાદ અને આરિફને બોલાવીને ૨૧ જૂન ૨૦૨૩ના રોજ તેના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. આ પછી આરોપીએ તેણીને કોલકાતા મુકી દીધી હતી.

પીડિત મહિલાનું કહેવું છે કે તેણે હિંદુ સંગઠનો દ્વારા મીડિયા સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ પછી તે એસપી દેહત સાગર જૈનને મળી અને આખી વાત જણાવી. મહિલાએ આરોપી ડોક્ટર વિરુદ્ધ એસપી દેહતને ફરિયાદ પત્ર આપ્યો છે. એસપી દેહતે કહ્યું કે મહિલાની ફરિયાદ પર રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. આરોપી ડોક્ટરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. ડોક્ટરની પહેલી પત્નીએ જણાવ્યું કે તે છેલ્લા ચાર વર્ષથી તેના મામાના ઘરે આ ડોક્ટરથી અલગ રહે છે.