
મુંબઈ,આરઆરઆર’ફેમ સાઉથના સ્ટાર રામચરણ માટે વર્ષ ૨૦૨૨ ખાસ રહ્યું હતું. આ વર્ષે રીલીઝ થયેલી તેની ફિલ્મ આરઆરઆર બ્લોક બસ્ટર રહી હતી અને સાથે સાથે તેને એ પણ ગુડ ન્યુઝ મળેલા જેના માયે તે વર્ષોથી રાહ જોતો હતો. ૨૦૨૨ માં જ તેણે જાહેર કર્યું હતું કે તેની પત્નિ ઉપાસના કામિનેની મા બનવાની છે અને તે પિતા. હવે તાજેતરમાં રામચરણની પનિ ઉપાસનાની સીમંત વિધી દુબઈમાં પરિવારો સાથે કરવામાં આવી હતી.
દુબઈના દરિયા કિનારે શાનદાર રીતે આ વિધી કરાઈ હતી. જેની તસ્વીરો ખુદ ઉપાસનાએ શેર કરી હતી. તસ્વીરમાં દંપતી એકબીજાને પ્રેમ કરતા જોવા મળે છે. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે વિધીની થીમ વ્હાઈટ રખાઈ હતી. બધા સફેદ કપડામાં જોવા મળે છે.બધી તૈયારીઓ ઉપાસનાની બહેનોએ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, રામચરણ અને ઉપાસનાનાં લગ્ન ૨૦૧૨ માં થયા હતા. પરંતુ બન્નેએ માતા પિતા બનવાનો ફેસલો ઘણો મોડો લીધો હતો. લગ્નના ૧૧ વર્ષ બાદ જયારે બન્ને માતા-પિતા બનવા જ રહ્યા છે ત્યારે બન્ને ખુશ છે.