મુંબઇ, બોલીવુડ અભીનેત્રી અનન્યા પાંડે પોતાની ફિલ્મોના ઉપરાંત પોતાની પર્સનલ લાઇફને કારણે હેડલાઇન્સમાં રહે છે. અનન્યાનું નામ અભિનેતા આદિત્ય રોય કપૂર સાથે જોડાઇ રહ્યું છે. બંને મીડિયામાં ઘણીવાર સાથે દેખાય છે. હવે ડેટિંગની અફવાઓ વચ્ચે, અનન્યા પાંડેએ એક મુલાકાતમાં તેના લગ્નની યોજનાઓ વિશે ખુલાસો કર્યો છે. આ સાથે અભિનેત્રીએ પોતાના ડાયટ વિશે પણ ખુલાસો કર્યો અને સાયબર બુલીંગ વિશે પણ વાત કરી હતી.
અભિનેત્રીએ જણાવ્યું હતું કે, તેને વર્કઆઉટ કરવાનું પસંદ નથી તેથી તે ઓછું ખાય છે. જોકે, તેના ચાહકો અને ફોલોઅર્સ માટે ચિંતા વ્યક્ત કરતા, અભિનેત્રીએ જણાવ્યું હતું કે, ઓછું ખાવું પણ સારું નથી. તેથી વ્યક્તિએ કોઈપણ ખોરાક પૂરા દિલથી ખાવો જોઈએ અને તેને સૌથી વધુ ગમતું વર્કઆઉટ કરવું જોઈએ.
ઈન્ટરવ્યુમાં અનન્યાએ સાઈબર બુલીંગ વિશે ખુલીને વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિએ આ ગુના સામે અવાજ ઉઠાવવો જોઈએ. કારણ કે, સમાજમાં રહેતા મોટાભાગના લોકો સાઈબર બુલીંગ વિશે ખુલીને વાત કરતા નથી. તેથી અનન્યાએ આ જઘન્ય અપરાધ સામે બોલવાનું નક્કી કર્યું હતું.લગ્ન વિશે પૂછવામાં આવતા અભિનેત્રીએ જણાવ્યું હતું કે, તે લગ્ન માટે હજૂ ઘણી નાની છે. અનન્યાએ એમ પણ જણાવ્યું હતું કે, અત્યારે તેની લગ્નની કોઈ યોજના નથી. વર્ક ફ્રન્ટની વાત કરીએ, તો અભિનેત્રી હાલમાં તેના આગામી પ્રોજેક્ટ માટે દિલ્હીમાં શૂટિંગ કરી રહી છે. અનન્યા ’ડ્રીમ ગર્લ ૨’માં આયુષ્માન ખુરાના સાથે જોવા મળશે.