મુંબઇ, બૉલિવૂડનાં એક્ટર આયુષ શર્માએ તાજેતરમાં જ એક ખુલાસો કર્યો હતો. આયુષ શર્માએ સલમાન ખાનની બહેન અપતા ખાન સાથે લગ્ન કર્યા છે. જ્યારે તે અર્પિતા ખાનને પહેલીવાર મળ્યો હતો ત્યારે તે કેટલું કમાતો હતો તે અંગેનો તેણે ખુલાસો કર્યો છે. તમને જણાવી દઈએ કે જ્યારે તે સલમાન ખાનને પ્રથમવાર મળ્યો હતો ત્યારે તે એક પૈસો પણ કમાતો નહોતો. વળી, તમને જાણીને નવાઈ લાગશે કે આ જ સમયે તેણે સલમાન ખાનને પૂછ્યું હતું કે, શું તે તેની બહેન સાથે લગ્ન કરી શકે છે? જ્યારે તેણે આવી વાત કરી ત્યારે સલમાન ખાને કેવું રીએક્શન આપ્યું હતું?
સ્વાભાવિક છે કે જ્યારે આયુષે કહ્યું હતું કે તે કઈ જ કમાતો નથી ત્યારે સલમાન તેની સાથે પોતાની બહેનનાં લગ્ન અંગે તો ચોંકી જ ગયો હોય. પરંતુ ટૂંક જ સમયમાં તેણે લગ્ન માટે સંમતિ પણ આપી દીધી હતી. ત્યારે તેની ઉંમર માત્ર ૨૪ વર્ષની હતી.
આયુષ કહે છે કે, “જ્યારે સલમાનભાઈએ મારી કમાણી વિશે પૂછ્યું હતું ત્યારે મેં કહ્યું કે હું બિલકુલ કમાતો નથી. મારા પિતા મારી પર પૈસા મોકલે છે અને હું તેના પર જીવી રહ્યો છું. ત્યારે તેઓએ મારી સામે જોયું હતું અને કહ્યું હતું કે, “આ છોકરો બહુ પ્રામાણિક છે. મને આ છોકરો ગમ્યો. લગ્ન પાક્કા”આયુષ જણાવે છે કે ત્યાં સુધી તેણે તેના માતા-પિતાને પણ કહ્યું ન હતું કે તે અર્પિતાને ડેટ કરી રહ્યો છે, પરંતુ ટૂંક સમયમાં બધું બરાબર થઈ ગયું. આયુષ અને અર્પિતાનાં સંબંધ વિશે જ્યારે આયુષની માતાએ જાણ્યું ત્યારેવ તેણે બે પરિવારોની અલગ-અલગ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને પરિવારો સાથે રહેશે કે કેમ તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમ છતાં, શર્મા તેના માતા-પિતાને સમજાવવામાં સફળ થયો હતો. સલમાન ખાનને મળીને તેની માતા પ્રભાવિત થઈ અને ટિપ્પણી કરી હતી કે, યે તો બહોત ગુડલુકિંગ હે’ આયુષ શર્મા અને અર્પિતા ખાને ૨૦૧૪માં લગ્ન કર્યા હતા અને હવે તેઓને બે બાળકો તરીકે પુત્રી આયત અને પુત્ર આહિલ છે.
આયુષના પિતાએ તો કહ્યું હતું કે તું કોઈ કામ કરતો નથી, તું પૈસા કમાતા નથી, અને તું લગ્ન કરી રહ્યો છે? અને તે પણ એક એવી છોકરી કે જેની પાસે ખૂબ પૈસા છે. તું તેના ખર્ચાઓ કેવી રીતે ઉપાડીશ? ત્યારે આયુષે એમ કહ્યું હતું કે, હું નહીં ઉપાડુ પણ, તમે તો ઉપાડશો ને? ત્યારે તેના પિતાએ કહ્યું હતું કે, લગ્ન તું કરે. પ્રેમ તું કરે, ને બિલ હું ભરું?”