લધુમતિઓને લલચાવવા માટે ભાજપની ખાસ તૈયારી,રાયપુરમાં ભાજપ લધુમતિ મોરચાની કાર્યકારીણીની બેઠક

રાયપુર,

લોકસભા ચુંટણી ૨૦૨૪ માટે ભાજપે પોતાની તૈયારી શરૂ કરી દીધુ છે.પાર્ટી ૨૪માં ભારે બહુમતિથી રેકોર્ડ ત્રીજીવારક સરકાર બનાવવા ઇચ્છે છે.પાર્ટીને ખબર છે કે આ સપનાને પુરૂ કરવા માટે લધુમતિ બેઠકો પર વિજય રહેવું ખુબ જરૂરી છે.પાર્ટી આ બેઠકો પર વિરોધ પક્ષોથી પાછળ રહી છે પરંતુ ઉત્તરપ્રદેશના રામપુર લોકસભા અને વિધાનસભા બેઠકો પર જીતીને પાર્ટીને નવો ઉત્સાહ આપ્યો છે ત્યારબાદ હવે ભાજપ નવી રણનીતિની સાથે તૈયાર થઇ રહી છે.

ભાજપ સંગઠને લોકસભાની ૬૦ લધુમતિ બહુમતિવાળી બેઠકોની ઓળખ કરી સંપર્ક અભિયાનનો પ્લાન બનાવ્યો છે.આ પ્લાન હેઠળ ૧૦ ફેબ્રુઆરીથી પાર્ટીનું લધુમતિ મોરચાનું અભિયાન શરૂ કરશે પાર્ટી દરેક લોકસભામાં ૫૦૦૦ એવા મુસ્લિમોની ઓળખ કરી સંપર્ક કરવામાં આવશે જે બિન રાજનૈતિક હોય આ કોઇ નોકરી કરનારા,વેપારી અને સુફી સંત હોઇ શકે છે.તેમની સાથે મોદી સરકારની ગરીબ કલ્યાણ નીતિઓ કાર્યક્રમો પર ચર્ચા કરવામાં આવશે ત્યારબાદ આ લોકોને લઇ સ્કુટર યાત્રામાં અન્ય લોકોથી સંપર્ક કરવામાં આવશે.

દિલ્હીમાં પણ મુસલમાનોની એક પત્રકાર પરિષદ પણ કરવામાં આવશે આ પરિષદમાં નરેન્દ્ર મોદીને બોલાવવાની યોજના છે.આ સાથે જ એક અને બે ફેબ્રુઆરીએ રાયપુરમાં ભાજપ લધુમતિ મોરચાની કાર્યકારીણીની બેઠક બોલાવવામાં આવી છે આ બેઠક બાદ લધુમતિ સંપર્ક અભિયાનને અંતિમ રૂપ આપવામાં આવશે.આ બેઠકમાં લધુમતિ સમાજને પાર્ટીથી જોડવાનું અભિયાન પર વિસ્તારથી ચર્ચા થશે અને રણનીતિ તૈયાર કરવામાં આવશે.