લઘુ અને મધ્યમ ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર: ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત

ગાંધીનગર,

રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે આજે સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતેથી ઓનલાઈન ડ્રોના માધ્યમથી રાજકોટ જિલ્લાના ખીરસરા સ્થિત ઔદ્યોગિક વસાહત ખાતે ૧૬૧ ઔદ્યોગિક પ્લૉટની ફાળવણી રાજ્ય ઉદ્યોગમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કરી હતી. આ કાર્યક્રમમાં રાજપૂતે જણાવ્યું હતું કે, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૮ ડ્રો મારફતે ૧,૭૭૮ ઉદ્યોગોને ઔદ્યોગિક પ્લૉટની ફાળવણી કરી પારદર્શક્તાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ભારત જી-૨૦ના પ્રમુખ સ્થાને છે. આ સંગઠન વિશ્ર્વના જીડીપીમાં ૮૫ ટકાથી વધુ આથક યોગદાન આપી રહ્યું છે, એવામાં ગુજરાતના ઉદ્યોગો પણ ભારતના જીડીપીમાં ૧ ટ્રિલિયન ડોલર જેટલું યોગદાન આપે એ માટે રાજ્ય સરકારનો પ્રયત્ન રહ્યો છે. મહિલાઓ કરતા પુરુષોએ ભાજપ પર વધુ ભરોસો કર્યો,

મંત્રીએ કહ્યું કે, ખીરસરા ઔદ્યોગિક વસાહત ખાતે ડ્રોમાં સમાવિષ્ટ એમ.એસ.એમ.ઇ. પ્રકારના કુલ ૧૬૧ પ્લૉટ માટે ૫૫૮ ઓનલાઇન અરજીઓ સરકારને મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ માત્ર ૨૧ દિવસમાં ખીરસરા ખાતેના ઔદ્યોગિક પ્લૉટની ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૨-૨૩ માટે આ પ્લૉટનો ફાળવણી દર રૂ. ૪૧૬૦ પ્રતિ ચો.મી. રાખવામાં આવ્યો હતો. મંત્રી રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે કોવિડના કપરા કાળમાં દેશના નાના-મયમ ઉદ્યોગોને રાહત આપતું ૨૦ લાખ કરોડથી વધુનું આથક પેકેજ જાહેર કર્યું હતું, તેમજ આવા ઉદ્યોગો માટે ઇક્ધમ ટેક્સના દર ઘટાડીને ૧૫ ટકા કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આવા પ્રોત્સાહક અભિગમથી રાજ્યના ઉદ્યોગ સાહસિકોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે.

મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં વર્ષ ૨૦૨૩માં નાના અને મયમ ઉદ્યોગોને ફાયદો થાય તેવી રીતે કામગીરી કરાશે. રાજ્ય સરકારે હરહંમેશ વેપારી એસોસિયેશનની માંગણીઓ અને ફરિયાદો પ્રત્યે યાન આપ્યું છે. આ માટે ચાર ઝોન મુજબ જિલ્લાવાર ઉદ્યોગ સાહસિકોના પ્રશ્ર્નોના સ્થળ પર જ નિરાકરણ આવે તેવી સિસ્ટમ વિકાસાવવામાં આવશે. વધુમાં, ઉદ્યોગોના વિકાસ માટે રાજ્ય સરકારને શ્રમ અને રોજગાર વિભાગનો સહકાર પણ પ્રાપ્ત થયો છે. આ વિભાગના માયમથી ઉદ્યોગો માટે જરૂરી માનવ શ્રમ અને કૌશલ્ય સ્થાનિક કક્ષાએથી જ પૂરા પાડવામાં આવશે એમ મંત્રીએ ઉમેર્યું હતું.