લંડનમાં પીઝા ડિલિવરીની સાથોસાથ વિઝાનું કામ કરતા દીકરાની પત્ની વિશે ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર ટિપ્પણી કરાતી હતી. એટલું જ નહીં, વ્હોટ્સએપ મેસેજ- કોલ કરીને ગાંધીનગરમાં રહેતા વૃદ્ધને ધાકધમકીઓ આપવામાં આવતી હતી, જેથી ઈન્ફોસિટી પોલીસે યશ દેસાઈ નામના ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે વિઝાના કામના પૈસાની લેતીદેતીમાં પુત્રવધૂની એડિટ કરેલા અભદ્ર તસવીર સગાં-સંબંધીઓ સુધી પણ વાઈરલ કરવામાં આવતાં આખરે સસરાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના કુડાસણમાં શુકન સ્કાય સોસાયટીમાં રહેતા અને નરોડામાં લેથ મશીનનું કામ કરી ગુજરાન ચલાવતા વૃદ્ધનો દીકરો છેલ્લાં પાંચ વર્ષની તેની પત્ની સાથે લંડનમાં રહે છે. તે લંડનમાં પિઝા ડિલિવરીનું કામ કરે છે. તે ભારતમાં વિઝાનું કામ કરતી વિઝા કન્સલ્ટન્ટના સંપર્કમાં આવ્યો હતો અને મહેનતાણું લઈને યુ.કે.માં વિઝાને લગતી મદદ કરતો હતો.
ગત તા. 5/11/2024ની રાતે વૃદ્ધના વ્હોટ્સએપ પર રાહુલ પટેલ નામની વ્યક્તિનો મેસેજ આવ્યો હતો, જેમાં પુત્રવધૂના ચારિત્ર્ય વિશે અભદ્ર લખાણ લખેલું હતું, જેથી તેમણે આવા મેસેજ નહીં કરવા જણાવી તેના કોઈ મેસેજનો જવાબ આપ્યો નહોતો. બાદમાં અવારનવાર મેસેજ આવેલા કે તારા દીકરાને બચાવી શકાતો હોય તો બચાવી લે. મારા પાસે તારા છોકરાની વાઇફના ઓપન ફોટા ૫ડ્યા છે એ પણ મોકલીશ.
આથી આવા વૃદ્ધે મેસેજ નહીં કરવા કહ્યું હતું. પરંતુ રાહુલ પટેલ નામનો શખસ માનતો નથી અને મેસેજ તેમજ વ્હોટ્સએપ કોલ કરી ધાકધમકી આપવાનું ચાલુ રાખ્યું હતું. એ બાદ 13/11/2024ના રોજ રાત્રિના આશરે સાડા અગિયારેક વાગ્યે યશ દેસાઈ નામની વ્યક્તિ, અન્ય માણસો સાથે ઘરે જઈને કહેવા લાગ્યો હતો કે તમારા દીકરા પાસે પૈસા લેવાના છે, જે આપતો નહીં હોવાથી તમે પૈસા આપો, કહીને નીકળી ગયો હતો.

બાદમાં વૃદ્ધને તેમના ભાણિયા અને ભત્રીજા થકી જાણવા મળેલું કે rahulplya1992 નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવામાં આવેલી છે, જેમાં પુત્રવધૂ લોકોને ફસાવવાનું કામ કરે છે અને લોકોને ફસાવી પૈસાની માગણી કરે છે, જેવા અભદ્ર મેસેજ કરવામાં આવ્યા છે. વધુમાં પુત્રવધૂના કોઇ અન્ય વ્યક્તિને આલિંગન આપતી એડિટ કરેલી તસવીર અને ચારિત્ર્ય વિશે અભદ્ર મેસેજ સગાં-સંબંધીઓ સુધી વાઈરલ કરવામાં આવતાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરાઈ હતી, જેના પગલે ઈન્ફોસિટી પોલીસે યશ દેસાઈ નામના ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.