લદાખમાં ભારત સાથે તનાવ વચ્ચે ચીનના ઇરાદા બેહદ ખતરનાક બનતા જાય છે.ભારત અને ચીન વચ્ચે કેટલીય વાર વાર્તાલાપ થયો, પણ દરેક વખતે વાર્તાલાપ અનિર્ણાયક રહેતા હવે ચીની સેના મોટા પાયા પર ઘાતક હથિયારો તૈનાત કરવામાં પડી છે.પીપલ્સ લિબરેશન આર્મીએ લદાખની નજીક ચીની કબ્જા વાળા અકસાઇ ચીન વિસ્તારમાં મધ્યમ દુરી સુધી વાર કરી શકે તેવી કિલર મિસાઇલ ગોઠવી દીધી છે.આ મિસાઇલની રેંજ અને સંખ્યા એટલી વધારે છે કે,ચીનની સેના પુરા ભારતને નિશાન બનાવી શકે.તો ભારતીય સેનાએ પણ ચીની સેનાનો મુકાબલો કરવા માટે મોટા પાયે ઘાતક હથિયારો ગોઠવી દીધા છે.
એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ ભારતને ધમકી આપવા ચીને મોટી સંખ્યામાં મધ્યમ દુરી સુધી જઇ શકે તેવી મિસાઇલ ગોઠવી દીધી છે.સેટેલાઇટથી મળેલી તસ્વીરો પરથી ખબર પડે છે કે,પુરા અકસાઇ વિસ્તારમાં ચીની એરબેઝને મિસાઇલ, તોપ અને લાંબા અંતર સુધી વાર કરી શકે તેવા રોકેટ ગોઠવ્યા છે.ઉપરાંત ચીન મિસાઇલને છુપાવવા જમીનની અંદર જગ્યા બનાવી રહ્યું છે. જેને કારણે સેટેલાઇટની પકડમાં ન આવે અને હુમલો થાય તો નષ્ટ પણ ન થાય.
સપાટી પરથી હુમલો કરી શકે તેવી મિસાઇલ પણ ચીની સૈન્ય ઠેકાણાં પર જોવા મળી રહી છે.ચીને આવી રણનીતિ ચાઇના સીમાં પણ અપનાવી હતી.ત્યાં અભ્યાસ કરી રહેલાં અમેરિકી નૌસેનાના એર ક્રાફટને ધમકાવવા માટે પોતાની ડીએફ-26 અને ડીએફ21-ડી મિસાઇલો ગોઠવી દીધી હતી.
જો ભારત અને ચીન સાથે કદાચ સહમતિ પણ થાય તો પણ અકસાઇ ચીનથી મિસાઇલો હટાવવામાં ખાસ્સો સમય લાગી શકે.નિષ્ણાતોનું કહેવું છે કે,ચીન ભારત સાથે મનોવૈજ્ઞાનિક યુદ્ધ લડી રહ્યું છે.ભારતીય સૈન્ય સૂત્રોએ કહ્યું હતું કે, ભારતીય સેના પીપલ્સ લિબરેશન આર્મીના મનોવૈજ્ઞાનિક યુદ્ધથી જરા પણ પરેશાન નથી.ભારતીય સેના કોઇ પણ પરિસ્થિતમાં જવાબ આપવા માટે સક્ષમ છે.ચીન પાસે ભલે તેટલી તાકાત હોય, ગમે તેટલી મિસાઇલ હોય પરંતુ ભારતીય સેના બધી રીતે તૈયાર છે.
રક્ષા મામલોના જાણકાર બ્રહ્મા ચેલાનીનું કહેવું છે કે, ચીનની મધ્યમ દુરીની મિસાઇલ પરમાણું હથિયારોથી સજજ છે. પરંતુ ચીને પરંપરાગત વોરહેડ પણ બનાવી દીધું છે.ગેર પરમાણું હુમલામાં ચીનની મિસાઇલ ભારે નુકશાન પહોંચાડી શકે.
ચીને છેલ્લાં 3 વર્ષમાં વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક પોતાના વિસ્તારમાં હવાઇ ઠાણાંની સંખ્યા બમણી કરી દીધી છે.ઉપરાંત ભારતીય વિમાનો અને મિસાઇલને પાડી દેવા માટે એર ડિફેન્સ પોઝિશન અને હેલી પોર્ટની સંખ્યા પણ ડબલ કરી દીધી છે.