- જે તે સમયે ફરિયાદી પાસેથી રૂ .૧,૨૦,૦૦૦ની રકમ સ્વીકારી હતી.
- ચાર ચાર વર્ષથી અઈઇ દ્વારા અપ્રમાણસર મિલ્કત અંગે તપાસ હાથ ધરી હતી.
- ફરજ દરમ્યાન જાહેર સેવક તરીકેનો હોદ્દાનો દુરઉપયોગ.
- ઈરાદાપૂર્વક ધનવાન થવા નાણાં મેળવીને સ્થાવર તથા જંગલ
મિલ્કતોમાં રોકાણ કર્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું. - અગાઉ લાંચિયા અધિકારી સાઘુની ભુજ ખાતેથી અટકાયત કરી ગોધરા લવાયા હતા.
-ફરી એકવાર અન્ય લાંચિયાઓમાં ફફડાટની લાગણી વ્યાપી. - બીજીવાર સ્પે.સે.કોર્ટે સાધુની જામીન બીજીવાર નામંજૂર કરાતા ખળભળાટ.
ગોધરા,
વર્ષ ૨૦૧૭માં પંચમહાલ જીલ્લા પ્રદુષણ નિયંત્રણ કચેરીમાં પ્રાદેશિક અધિકારી ગિરજાશંકર સાધુ લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા. તેઓના મિલ્કતોની તપાસ બાદ આવક કરતાં રૂ .૬૮,૨૪,૩૫૭ એટલે ૫૩.૫૧ ટકા મિલ્કતો અપ્રમાણસર આવક થકી જાહેર સેવક તરીકેનો હોદ્દાનો દુરઉપયોગ કરીને અપ્રમાણસર મિલ્કત મેળવ્યાનું બહાર આવતાં તેઓ વિરૂદ્ધ અગાઉ એસીબી પંચમહાલ દ્વારા ગુનો દાખલ કર્યા બાદ આજે સ્પે.કોર્ટમાં રજુ કરતા જામીન અરજી નામંજૂર કરવામાં આવતાં લાંચિયા કર્મચારીઓમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે.
રાજ્ય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી પંચમહાલની ગોધરા કચેરીમાં પ્રાદેશિક અધિકારી વર્ગ-૧ તરીકે ફરજ બજાવતા ગીરજાશંકર મોહનભાઈ સાધુ એ ફરિયાદીના ડીમીનરલાઈઝ વોટર પ્લાન્ટ શ કરવાનો ઓબ્જેકશન સર્ટીફિકેટ આપવાના અવેજે પેટે રૂ .૮૦ હજાર અને દર ત્રણ માસે ફેકટરી ખાતે આવી હેરાનગતિ નહી કરવાના રૂ.૪૦ હજાર મળીને કુલ રૂ.૧.૨૦ લાખની લાંચની માંગણી કરી હતી. જેથી લાંચની માંગણી સ્વીકારતા ઝડપાઈ ગયેલ ગીરજાશંકર સાઘુ સામે ગોધરામાં ગત તા.૨૨/૦૩/૨૦૧૭ના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેઓની ઘરપકડ બાદ જામીન મુકત થતા એડીશન સેશન્સ કોર્ટ ગોધરા સમક્ષ સરન્ડર કરેલ હતા. આરોપી અધિકારીની લાંચીયાવૃતિને અનુલક્ષીને અપ્રમાણસર મિલ્કત અંગે તપાસ હાથ ધરી કુટુંબીઓના મિલ્કત દસ્તાવેજો તથા વિવિધ બેંક ખાતાઓની એસીબીના નાણાંકીય સલાહકાર દ્વારા વિશ્ર્લેષણ હાથ ધરાયું હતું. આ તપાસમાં પારદર્શકતા લાવવા માટે તેઓના તથા તેમના કુટુંબીઓ, સંબંધીઓના વિડીયોગ્રાફી સાથેના નિવેદનો નોંધવામાં આવેલ હતા. પ્રાથમિક વિગતવાર ઝીણવટભરી તપાસ બાદ ગીરજાશંકર સાઘુ (હાલ પર્ંયાવરણ ઈજનેર, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ) અગાઉ પંચમહાલ પ્રાદેશિક કચેરીમાં ફરજ બજાવતા હોઈ તેઓની ચેક પિરીયડ રકમોના આધારે તા.૧/૪/૨૦૧૧ તા. ૩૧/૦૩/૨૦૧૭ સુધીની શોધી કાઢેલ મિલ્કતો તથા આવક ખર્ચની રકમોના આધારે ગણતરી કરતા આપેક્ષિત દ્વારા રૂ.૬૮,૨૪,૩૫૭ની એટલે ૫૩.૫૧ ટકા જેટલી કાયદેસરની આવકની સરખામણીમાં તેઓએ વસાવેલ સ્થાવર જંગમ મિલ્કત તથા કરેલ રોકાણ/ખર્ચ રકમની વધુ વસાવેલ હોવાનું જણાય છે. તપાસ દરમ્યાન આક્ષેપિત દ્વારા આ વર્ષ દરમ્યાન રૂ.૨૨,૪૧,૦૦૦ રોકડા રકમનો ઉપાડલ કરેલ છે. અને રૂ.૨૪,૭૫,૮૮૪ રોકડા રકમ જમા કરાવેલ છે. આ અગાઉ ફરજ બજાવતા આ આક્ષેપિત દ્વારા તા.૧/૪/૨૦૧૧ થી ૩૧/૦૩/૨૦૧૭ના ચેક પીરીયડ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેનો હોદ્દાનો દુરઉપયોગ કરી ઈરાદાપૂર્વક ગેરકાયદે પોતે ઘનવાન થવા માટે નાણા મા ંગણી તથા નાણાનો સ્થાવર/ જંગમ મિલ્કતોમાં રોકાણ કરી અપ્રમાણસર મિલ્કતો જણાઈ આવેલ છે. આમ ગીરજાશંકર સાધુ પ્રાદેશિક અધિકારીએ પોતાની ફરજ દરમ્યાન પોતાની કાયદેસરની આવકના સ્ત્રોતમાંથી મેળવેલ આવક કરતા રૂ.૬૮,૨૪,૩૫૭ એટલે ૫૩.૫૧ ટકા જેટલી મિલ્કતો રોકાણ (ખર્ચ) વધુ કરેલ હોવાનું જણાતા તપાસ અધિકારી એ અગાઉ આક્ષેપિત ગીરજાશંકર મોહનભાઈ સાધુ તથા અન્ય વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનીય મુજબ ગુન્હો દાખલ કર્યો હતો અગાઉ ભુજના માંડવી ખાતેથી તેઓની અટકાયત કરીને નિયમોનુસાર કાર્યવાહી કર્યા બાદ ફરી એકવાર સોમવારના રોજ સ્પે.સેશ.કોર્ટમાં રજુ કરવામાં આવતાં જામીન ફરજી બીજીવાર નામંજૂર કરવામાં આવતા દિનભર જીલ્લાની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કેટલાક લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ચર્ચાઓ વચ્ચે ફફડાટની લાગણી વ્યાપી ગઈ હતી.