લાંબા સમય બાદ ગોધરા શહેરના કલાલ દરવાજાનો રંગબેરંગી ફુવારો કાર્યરત

ગોધરા,
ગોધરા શહેરના કલાલ દરવાજા એવા મધ્યમાં શહેરની શોભા વધારતા ફુવારો ધણા વર્ષોથી બંધ હાલતમાં હતો પરંતુ હવે ચુંટણી જાહેર થતા સભ્યો અને આચાર સંહિતા વચ્ચે તંત્ર એ કરેલી કામગીરીના પગલે લોકોમાં ઉદ્દભવેલ થનગનાટ વચ્ચે પોતાના વિકાસના કાર્યોનો પ્રદર્શન કરી રહ્યા છે. બંધ હાલતમાં ભાષતો ફુવારો કાર્યરત રહેતા અનેક ભૂલકાંઓ મનોરંજન માણવા પહોંચી રહ્યા છે.

ગોધરા શહેર પંચમહાલ માટે પાટનગર કહેવામાં આવે છે. અહીં રેલ્વે, કોલેજ, યુનિવર્સીટી, બાગ-બગીચા, શૈક્ષણિક સંસ્થાઓ સહિતની શહેરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતાં દિન-પ્રતિદિન ગોધરા શહેર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. એક સમયે ગોધરા શહેરના મધ્યમાં આવેલ તળાવ રોડ વિસ્તાર એકઆકર્ષણનું કેન્દ્ર રહેવાથી પંચમહાલવાસસીઓ પણ અહીં હરવા ફરવા માટે આતુર રહેતા હતા. જે તે સમયે ગોધરા નગર પાલિકામાં પ્રમુખ પદે શોભામાન થયેલ પ્રથમ ભાજપા પ્રમુખ ગોપાલસિંહ સોલંકી દ્વારા ગોધરા શહેર કે જે પંચમહાલ, દાહોદ વચ્ચે મહત્વનો વેપારી મથક ગણવામાં આવતું હોવાથી અહીં પ્રવાસીઓને તથા મુલાકાતીઓને સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી ફુવારાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

જે તે સમયે ગુજરાતના પાટનગરમાં પણ ગણતરીના એકાદ બે ફુવારા નિર્માણ થયા હતા. તેવા સમયે લોક સુવિધા તથા બાળ મનોરંજનને ધ્યાને રાખીને ગોધરા નગર પાલિકા એ સૌ પ્રથમ નગર પાલિકા વિસ્તારમાં રંગબેરંગી ફુવારા ગોઠવવાનું આયોજન કરીને શહેરના મધ્યમાં આવેલ કલાલ દરવાજા વચ્ચે કમળ આકારમાં ફુવારો નિર્માણ કરવામાં આવ્યો હતો. અનેક તકલીફો અને બાંધકામ દ્રષ્ટિ એ ફુવારો ઉભો કર્યા બાદ લોકોને મનોરંજન મળવાની સાથે પોતાની ફુરસદની પળો અહીં ગાળતા હોવાથી નમતી સાંજે લોક ટોળા જામતા હતા. હાલના દાહોદ, પંચમહાલ જીલ્લાના વિવિધ અંતરીયાળ વિસ્તારોમાંથી પણ આ રંગબેરંગી ફુવારાની મજા માણવા માટે પહોંચતા હતા. જાણે કે રોજીંદો મેળો જામતો હોય તેવો માહોલ સર્જાઈને આસપાસના વહેપારીઓ પણ આનંદીત થઈ રહ્યા હતા. એટલું જ નહીં ગોધરાવાસીઓ પણ આવું નઝરાણું મળવાનું ગર્વ અનુભવી રહ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેટલાક કારણોસર આ ફુવારો બંધ હાલતમાં હોવાના કારણે પણ ગોધરા શહેરના ગૌરવને ઝાંખપ પહોંચી હતી. અને લોકો પણ અહીં ફુવારાની મઝા માણવા માટે ટાળી રહ્યા હતા. કેટલાક સમય પૂર્વે ફુવારાનું રંગરોગાણ સાથે કેટલીક સુવિધાઓ ઉભી કરવાની સાથે ફુવારો કાર્યરત કરવામાં આવ્યો છે. અગાઉ જાણે આચાર સંહિતા હોય તેમ ફુવારો બંધ હાલતમાં હતો. પરંતુ હાલમા આચાર સંહિતા નગર પાલિકાની ચંુંટણીને અનુલક્ષીને શ‚ થતાં લાગુ પડે છે. તેવા સમયે એકાએક જાણે ફુવારા સ્વયંભૂ ફુટી નિકળ્યા હોય તેમ જોવા મળે છે. હાલમાં, ચારેકોર રંગબેરંગી લાઈટીંગ વચ્ચે પાણીના પુરતા ફુવારા ઉડતા જોવા મળતાંં નાના-નાના ભૂલકાંઓ પણ આનંદીત નઝરાણું જોવા માટે માતા-પિતાને જીદ કરી રહ્યા છે. તેા બીજી તરફ હાલમાં ચુંટણી નજીક હોવાના કારણે ઉદાસીન બનેલ નગર પાલિકા એ મતદારોને રીઝવવા માટે ફુવારાને કાર્યરત કર્યો હોવાની ચર્ચાઓ લોક મુખે ચાલી રહી છે.