- પરીક્ષાના સુચારૂ આયોજનને લઈને પંચમહાલ અધિક જીલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ.
- સવારે 11 થી બપોરે 02 કલાકે યોજાનાર પરીક્ષામાં કુલ 26 પરીક્ષા કેન્દ્રો અને 261 બ્લોક પર કુલ 6253 ઉમેદવારો પરીક્ષામાં બેસશે.
ગોધરા, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આગામી તા.21 મી જાન્યુઆરી 2024ના રોજ સવારે 11 થી બપોરે 02 કલાકે આદિજાતિ વિકાસ અધિકારી, વર્ગ 2ની પ્રિલિમરી પરીક્ષા યોજાશે. પંચમહાલ જીલ્લામાં પરીક્ષાના સુચારૂ આયોજનને લઈને નિવાસી અધિક જીલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમાના અધ્યક્ષસ્થાને ગોધરા, કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે સબંધિત અધિકારીગણ સાથે પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં અધિક જીલ્લા કલેક્ટર દ્વારા પ્રિલિમરી પરીક્ષાના મુદ્દાઓ અંગે પરીક્ષા સમિતિ સાથે ચર્ચા કરવામા આવી હતી. જેમા જીલ્લાના કુલ પરીક્ષા કેન્દ્રો અને બિલ્ડીંગ, બેઠક વ્યવસ્થા, પોલીસ વિભાગ દ્વારા સ્ટાફની નિમણૂક કરવા માટે, જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરીક્ષાની કામગીરી માટે સ્ટાફની નિમણૂંક કરવા બાબત, તે સાથે જ ઝોનલ કચેરીઓ, વીજ પુરવઠો ચાલુ રાખવા બાબત, બસ સુવિધા યોગ્ય રીતે રાખવા બાબત, આરોગ્ય અધિકારી દ્વારા થતી કામગીરી, પરીક્ષા માટેની બહોળી પ્રસિદ્ધિ કરવાની, તેમજ પરીક્ષા કેન્દ્ર પર સલામતી વ્યવસ્થા જળવાઈ રહે અને સુચારૂરૂપે આ પરીક્ષા યોજાય તે માટેની તમામ પ્રકારની જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા.
પંચમહાલ જીલ્લામાં તા.21/01/2024ના રોજ સવારે 11 થી બપોરે 02 કલાકે આદિજાતિ વિકાસ અધિકારી, વર્ગ 2ની પ્રિલિમરી પરીક્ષા યોજાશે. જીલ્લામાં કુલ 26 પરીક્ષા કેન્દ્રો અને 261 બ્લોક ઉપર આ પરીક્ષા યોજાશે.જીલ્લામાં કુલ 6253 ઉમેદવારો આ લેવાનાર પરીક્ષામાં હાજરી આપશે.
બેઠકમાં જીલ્લા શિક્ષણાધિકારી કિરીટભાઈ પટેલ, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ, જીલ્લા આરોગ્ય અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ તેમજ સમિતીના સભ્યો ઉપસ્થિત રહી પરીક્ષા સુચારૂ રીતે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો.