- પ્રિય સોનલ-અંક્તિા મને માફ કરજો, હું તમને છોડીને જઈ રહ્યો છું, ૩-૪ લોકો ૧૦% વ્યાજ માટે મારવાની ધમકી આપતા.
વડોદરા,વડોદરા પાસે નેશનલ હાઇવે પર આવેલી એલ એન્ડ ટી નોલેજ સિટીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા સિક્યોરિટી ગાર્ડ યોગેશ પવારે વ્યાજખોરોના ત્રાસથી ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. સુસાઈડ નોટમાં કંપનીના સુપરવાઇઝર સહિત ૩-૪ લોકો ૧૦ ટકા વ્યાજ માગતા હોવાનું અને મારવાની ધમકી આપતા હોવાની વાત લખી છે. મૃતક યોગેશે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, ‘પ્રિય સોનલ આણી અંક્તિા મુઝે માફ કરના, મેં આપકો છોડ કે જા રહા હું, બહુત દિનો સે મરને કી કોશિશ કર રહા થા, ૧૦ ટકા વ્યાજ માટે મારવાની ધમકી આપતા હતા, એ લોકોને સજા અપાવજો’.
વડોદરાના આજવા રોડ પર આવેલી ઇશ્ર્વરલીલા સોસાયટીમાં રહેતા ગોકુલ ભીમરાવ પવારે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા સાઢુ યોગેશભાઇ સંતોષભાઇ પવાર એલ એન્ડ ટી નોલેજ સિટીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. તેઓ પત્ની સોનલબેન અને દીકરી અંક્તિા સાથે આજવા રોડ પર આવેલી મારુતી હાઇટર્સ ખાતે રહેતા હતા. મારા બીજા સાઢું વિશ્ર્વનાથ પણ તેમની સાથે જ રહે છે. ગઈકાલે ૯ મેના રોજ સાંજે પોણા પાંચ વાગ્યે મારી પત્ની અનિતાનો મારા ઉપર ફોન આવ્યો હતો કે, હું સોનલ અને અંક્તિા બપોરે ૧ વાગ્યે મંગળબજાર ગયા હતા. આ સમયે યોગેશભાઇએ ગળેફાંસો ખાઈ લીધો છે. તમે ફટાફટ યોગેશના ઘરે આવો. જેથી હું યોગેશના ઘરે જવા માટે નીકળ્યો હતો અને રસ્તામાં ચાલતી જતી મારી પત્નીને પણ લઈને ત્યાં પહોંચ્યો હતો. આ સમયે મોટી સંખ્યામાં સોસાયટીના લોકો એકત્ર થઈ ગયા હતા અને યોગેશને પલંગમાં સુવડાવેલો હતો અને તે બેભાન હાલતમાં હતો.
મેં સમગ્ર ઘટના અંગે પૂછતા મારા બીજા સાઢુ વિશ્ર્વનાથની દીકરી મેઘાએ જણાવ્યું હતું કે, હું નોકરી પરથી ઘરે આવી તે વખતે ઘરના દરવાજાની લોખંડનની જાળી બંધ હતી. જાળી ખોલીને હું અંદર પહોંચી તો મેં જોયું કે, બેડરૂમમાં માસા પંખા સાથે ઓઢણી બાંધીને ગળેફાંસો ખાઇ લીધેલી હાલતમાં હતા. મેં બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જેમાં મહેશભાઇ અને બીજા લોકોએ મળીને માસાને નીચે ઉતારી પલંગમાં સુવડાવ્યા હતા અને પલંગ ઉપરથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જે મેં મહેશભાઇને આપી છે.
આ દરમિયાન મહેશભાઇએ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરી દીધો હતો. થોડીવારમાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ આવતા મારા સાઢુને સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતા. આ દરમિયાન મહેશભાઇએ મને સુસાઈડ નોટ આપી હતી. જેમાં ભુરા કલરની પેનથી લખાણવાળું ચોપડાનું લીટીવાળુ પાનું મળી આવ્યું હતું. જેમાં યોગેશના હસ્તાક્ષર હોવાનું માલૂમ પડ્યું હતું.
મારા સાઢુએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, ‘પ્રિય સોનલ આણી અંક્તિા મુઝે માફ કરના, મેં આપકો છોડ કે જા રહા હું, બહુત દિનો સે મરને કી કોશિશ કર રહા થા. લેકિન આપ દોનો કો છોડ કે જાને કી ઇચ્છા નહીં હો રહી થી. ક્યુકી આપ મેરે સે બહુત પ્યાર કરતે થે. લેકિન મે ઇસ કાબિલ નહીં, મેરે જાને કે બાદ આપ દોનો કા ખ્યાલ કોન રખેગા, આપ દોનો કા ક્યાં હોગા, બહુત હી સુખી સંસાર થા મેરા, લેકીન કંપની કે ૩-૪ લોગ મેરે પાસ ૧૦ ટકા વ્યાજ સે પૈસા માગ રહે થે. મેને હર મહિને ઉનકો વ્યાજ દિયા, સિર્ફ એક મહિને વ્યાજ નહીં દીયા તો ઘર આને કી ઔર મારને કી ધમકી દે રહે થે. ઉસમે એક સુપરવાઇઝર પ્રકાશ હૈ ઔર દુસરે ભરવાડ હૈ.’
‘સબસે જ્યાદા કાલુ તો લકુલેશ મે રહેતા હૈ, વો ભી બહુત પરેશાન કર રહા થા. ઔર ઉજ્જવલ પટેલ ભી હૈ, ઇન સબ કા નંબર મોબાઇલ મેં હૈ, પુલીસવાલો સે વિનંતી હૈ કી ઇન સબ કો એસી સજા મિલની ચાહિએ કી દુબારા કીસી કી જાન ના જાએ. બહુત પરેશાન કર રહે થે મુઝે, મુઝે યે સબ લોગ. સોનલ-અંક્તિા મુઝે માફ કરના. આપ દોનો કો છોડ કે જા રહા હું, લેકીન મેરે જાને કે બાદ ઇનકો છોડના મત, પૈસા માંગને વાલે. મ્અ- પ્રકાશ- ન્દ્ગં સુપરવાઇઝર, કાલુ-લકુલેશ, ઉજ્જવલ પટેલ, ભરવાડ-૩ એલએનં, છોડના મત.’ ઘટનાની જાણ થતાં જ બાપોદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.