6 ઑગસ્ટના રોજ બાલાસિનોરની યુવતી ગુમ થયા અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેની તપાસમાં જઠોલી તાબે આવેલા કુવેચિયા ગામના વિજય ઉર્ફે બાબુ લાલાભાઈ સોઢા યુવતીનું બીજીવાર અપહરણ કરીને તેને ભગાડી ગયો હોવાનું ધ્યાને આવતાં પોલીસ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ આધારે તપાસ કરતાં વિજય ચોટીલા હોવાનું માલુમ પડયું હતું. જેથી પોલીસે ચોટીલા નજીક ખેતરની વાડીમાંથી વિજયને ઝડપી પાડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિજય આ અગાઉ પણ યુવતીને ભગાડી ગયો હતો.