વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારિક્તા રાજ્ય મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે, કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં ૬૨૧૫ અરજીઓ મળી હતી જેમાંથી ૬૧૯૮ અરજીઓ મંજૂર કરી હતી. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને છેલ્લાં એક વર્ષમાં રૂ. ૭૪૩.૭૬ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
તેમણે કહ્યું કે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ૧૦૫૯ અરજીઓ મંજૂર કરી રૂ.૧૨૬.૬૦ લાખની સહાય ચૂકવાઇ છે જ્યારે માળિયા અને કેશોદ તાલુકામાં અનુક્રમે ૯૮૭ અને ૯૧૩ અરજીઓ મંજૂર કરાઇ છે જેમાં રૂ. ૧૧૮.૪૪ લાખ તથા રૂ. ૧૦૯.૩૨ લાખની સહાય ચૂકવાઇ છે તેમ મંત્રીશ્રીએ પુરક પ્રશ્ર્નના જવાબમાં જણાવ્યું હતું.