કુવૈતમાં ઇમારતમાં આગ લાગવાથી ૪ ભારતીયો સહિત ૩૫ લોકોના મોત

કુવૈતના મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાં આગ લાગવાથી અંદાજે ૩૫ લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર આ દુખદ ઘટનામાં અંદાજે ચાર ભારતીયોના પણ મોત થયા છે. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે બિલ્ડિંગમાં મલયાલમની મોટી વસ્તી છે. મૃતકોમાં બે તમિલનાડુ અને ઉત્તર ભારતના હતા.

કુવૈતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, તમામ ઘાયલ લોકોને, જેમાં કેટલાક ગંભીર હાલતમાં છે, તેમને જરૂરી તબીબી સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. તબીબી ટીમો બિલ્ડિંગમાં લાગેલી આગમાં ઘાયલ થયેલા લોકોને બચાવવાની કામગીરીમાં લાગ્યા છે. તેમજ તબીબી તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે,

ફાયર ફાઈટરની ટીમ આગ પર કાબુ મેળવી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર અંદાજે ૩૫લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. કુવૈત પોલીસના ઈદ રશેદ હમાસે કુવૈતના માહિતી મંત્રાલય સાથે મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે આગમાં માર્યા ગયેલા ચાર સહિત ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.