કૂટનીતિક જીત

ક્તારની જેલમાં કેદ આઠ પૂર્વ ભારતીય નૌસૈનિકોના છૂટકારા અને તેમાંથી સાતનું સ્વદેશ આવી પહોંચવું એક એવી કૂટનીતિક જીત છે, જેનાથી આખા દેશે રાહતનો શ્ર્વાસ લીધો છે. આ ભારતીયોના સકુશળ છૂટકારો ભારતની એક શાનદાર કૂટનીતિક જીત છે. જો તેનું શ્રેય વડાપ્રધાન મોદીને અપાઈ રહ્યું છે એ સ્વાભાવિક જ છે, કારણ કે તેમણે થોડા સમય પહેલાં દુબઈમાં ક્તારના શાસક સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ જ પૂર્વ ભારતીય નૌસૈનિકોના મોતની સજા રદ્દ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ જ્યારે એમ માનવામાં આવતું હતું કે મોતની સજાથી બચી ગયેલા આ ભારતીયોને કાં તો ક્તારની જેલમાં લાંબા સમય સુધી સબડવું પડશે કે પછી તેમણે પોતાની બાકી સજા ભારત આવીને કાપવી પડશે, ત્યારે એ સુખદ સૂચના આવી કે તેમને છોડી દેવામાં આવ્યા છે. આ વાત તો કદાચ જ ખૂલવા પામશે કે ભારતીયોના છૂટકારા માટે કયા સ્તર પર કેવા ગહન કૂટનીતિક પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ એમાં શંકા નહીં કે અપારદર્શી ન્યાયિક વ્યવસ્થાવાળા ક્તાર જેવા દેશમાંથી પોતાના નાગરિકોને સકુશળ પાછા લાવવા એક મુશ્કેલ કામ હતું. આ મુશ્કેલ કામ કરીને મોદી સરકારે ન માત્ર પોતાની કૂટનીતિક ક્ષમતા દર્શાવી દીધી, બલ્કે આ સંદેશને નવેસરથી રેખાંક્તિ કર્યો કે ભારતીય નાગરિક વિશ્ર્વમાં ગમે ત્યાં સંકટમાં ફસાયેલા હશે, તેમની સહાયતા માટે કોઈ ક્સર નથી છોડવામાં આવતી. તેનું પ્રમાણ ત્યારે પણ મળ્યું હતું, જ્યારે યુદ્ઘગ્રસ્ત યમન અને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સકુશળ કાઢી લવાયા હતા.

ક્તારની કેદમાંથી આઠ પૂર્વ ભારતીય નૌસૈનિકો મુક્ત થવાના સમાચારની સાથે જ એ સૂચના આવી કે ભારતીય વડાપ્રધાન સંયુક્ત અરબ અમીરાતના બે દિવસીય પ્રવાસ બાદ દોહા પણ જશે. તેનો અર્થ છે કે ખાડી સહયોગ પરિષદના દેશો અને ભારત વચ્ચે આથક-વેપારી સંબંધ વધુ મજબૂત થવાના છે. ખાડી સહયોગ પરિષદના મોટાભાગના દેશો અને વિશેષ રૂપે સઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત, કુવૈત અને ઓમાન સાથે ભારતના સંબંધો પહેલેથી જ સારા છે. આ સુમધુર સંબંધોનો જ એક નમૂનો છે, અબુધાબીમાં બીએપીએસ હિંદુ મંદિરનું નિર્માણ. વડાપ્રધાન આ મંદિરનું ઉદ્ઘાટન કરવા ત્યાં જઈ રહ્યા છે. આ ભવ્ય મંદિર માત્ર સંયુક્ત અરબ અમીરાત અને ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોનું સૂચક જ નથી, બલ્કે તે એ પણ દર્શાવે છે કે મોદી સરકાર યોગ બાદ ભારતીય સંસ્કૃતિના અન્ય મૂલ્યોનો પણ પ્રચાર-પ્રસાર ઇસ્લામી દેશોમાં પણ કરી શકવામાં સક્ષમ છે. આ કાર્યક્રમને વધુ ગતિ આપવી જોઇએ, કારણ કે ભારતીય સંસ્કૃતિ એક એવી અનુપમ સંસ્કૃતિ છે, જે વિશ્ર્વને બંધુત્વ એ પ્રાણીમાત્રના હિતમાં છે. ભારતીય સંસ્કૃતિને વિશ્ર્વના ખૂણે-ખૂણે પહોંચાડવી એટલા માટે શ્રેયસ્કર છે, કારણ કે તેનાથી ભારતની ઓળખની સાથે તેનું કદ પણ વધશે.