ભુજ, ફરી એક વાર કચ્છમાં ઘરા ધ્રુજી ઉઠી હતી, કચ્છના રાપર નજીક સાંજે ૭.૪૧ કલાકે ભૂકંપનો આસપાસ ૩.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી ૧૮ કિમી દૂર નોંધાયું છે. ભૂંકપના કારણે હજી સુધી કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી. પરંતુ લોકોમાં ભય પેસી ગયાં છે. આ આંચકો આવ્યો ત્યારે ઘણા લોકોને આ આંચકો અનુભવાયો નથી પરંતુ જે લોકોએ આ આંચકો અનુભવ્યો હતો તે લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં.
કચ્છમાં છેલ્લા ૨૦ વર્ષથી સતત ભૂકંપના આંચકા કેમ અનુભવાઈ રહ્યા હોય તેવુ આપણે સાંભળીએ છીએ. કચ્છ યુનિવર્સિટીના સંશોધન અનુસાર આ પાછળનું મુખ્ય કારણ એ છે કે કચ્છમાં ભૂકંપની ૪ ફોલ્ટલાઈન આવેલી છે. જેમાંથી વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે. આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકાનો અનુભવાય છે. મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે ૨૦૦૧ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ નોધાય છે.
રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં ૧થી ૯ સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ ૧૯૩૫માં કેલિફોનયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.