કચ્છની ધરા ધ્રુજી : દુધઈ નજીક ૪.૧ની તીવ્રતાનો ભૂકંપ, સ્થાનિકોમાં ફેલાયો ફફડાટ

ભુજ, કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠી છે. અંજાર તાલુકાના દુધઈમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનો આંચકો ૪.૧ની તીવ્રતાના પગલે સ્થાનિક લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. નોંધનીય છે કે, ગઈકાલે જ બુધવારે દુધઇ પાસે ૨.૦૮ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો આવ્યા હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના દુધઈથી ૨૯ કિલોમીટર દૂર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૧ નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ દુધઈથી ૨૯કિલોમીટર દૂર નોંધાયું છે.

પૃથ્વીની અંદર ૭ પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.