
ભુજ, કચ્છના રાપર વિસ્તારમાં ત્રણ બાઇક અથડાતા યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે પાંચને ઇજા થઈ હતી. પાંચ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આમ રાગડ વિસ્તારમાં ખુશીનો પ્રસંગ માતમમાં છવાયો છે. આ માર્ગ અકસ્માતમાં કંકોત્રી વહેંચવા નીકળેલા વરરાજાનું મોત થયું હતું. સોમાણી વાંઢના વતની રાજુભાઈ બચુભાઈ સોમાણી નામના યુવાનનું ઘટનાસ્થળે મોત થયું હતું. તેના પાંચ દિવસ બાદ જ લગ્ન થવાના હતા.
આ ઘટનાની વિગતો મુજબ રાપર તાલુકાના વલ્લભાપર ગામથી અડધો કિલોમીટર દૂર બે બાઇકો અથડાયા હતા. તે જ સમયે ત્રીજી બાઇક પણ અથડાઈ હતી. આ બાઇક અકસ્માતના પગલે અવાજ પીડિતોની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો હતો. આ ઘટનામાં પાંચ વર્ષના બાળક સહિત પાંચને ઇજા થઈ છે.
રાપરનો ૧૯ વર્ષનો રાજુ સોમાણી પિતરાઈ ભાઈને લગ્નનું પ્રમાણપત્ર આપવા જઈ રહ્યો હતો ત્યારે ગંભીર ઇજાઓના લીધે તેનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું. જ્યારે ૩૨ વર્ષીય પિતરાઈ ભાઈ રામજી બાબુ સોમાણીને માથામાં ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે પાટણ લઈ જવાયા છે. મૃતક રાજુભાઈ સોમાણીના ૨૮મીએ લગ્ન હતા.