કચ્છના કંડલા સેઝમાંથી યુઝ્ડ ક્લોથની ગાંસડીમાંથી હેન્ડગ્રેનેડ મળી આવતા અફરાતફરી મચી છે. વિદેશથી આયાત થયેલ માલમાંથી ફલેક્સ સેપેરસ કંપનીના શ્રમિકને હેડગ્રેનેડ મળ્યો છે. પોલીસે મળેલા યુએસ આર્મીના હેન્ડગ્રેનેડનો કબજે કર્યો છે. પોલીસે તપાસ માટે નિષ્ણાતોની ટીમને ઘટનાસ્થળે બોલાવી કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ પણ કંડલા સેઝમાંથી કપડાની ગાંસડીઓમાંથી હથિયાર, વિદેશી નાણા અને જવેલરી મળી આવી હતી.
બીજી તરફ આ અગાઉ અમદાવાદમાંથી ૧૯૫ કિલો જેટલો ૪૨.૮૬ લાખનો ગાંજો ઝડપાયો હતો. જેમાં એક નેપાળ, ૨ અમદાવાદ અને ઓડિશાનાં ૪ સહીત ૭ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ગાંજો મંગાવનાર મુખ્ય ૨ આરોપી અમદાવાદના હોવાનું સામે આવ્યુ છે. ઓડિશાથી બાય રોડ અમદાવાદ ગાંજો લવાતો હતો. સૂકવેલા ગાંજાનો પાવડર મોટી માત્રામાં મળી આવતા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.