કચ્છથી ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કચ્છના દરિયાકાંઠેથી બિન વારસી ડ્રગ્સના પેકેટ મળવાનો સિલસિલો યથાવત હોય તેવી સ્થિતિ બની છે. અગાઉ અનેક વાર બિનવારસી ડ્રગ્સના પેકેટ મળ્યા હોવાની વચ્ચે ફરી એકવાર બીએસએફ જવાનોને બિન વારસી ડ્રગ્સ ના પેકેટ મળ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ કચ્છના જખૌ નજીક નિર્જન ટાપુ પરથી બીએસએફ જવાનોને બિન વારસી ડ્રગ્સના પેકેટ મળ્યા છે. આ તરફ હવે આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
કચ્છના દરિયાકાંઠેથી અનેકવાર આપણી જાંબાઝ પોલીસ અને નેવી દ્વારા ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. આ સાથે અનેકો વાર અહીંના દરિયાકાંઠાના સૂમસામ વિસ્તારોમાંથી પણ બિનવારસી ડ્રગ્સ મળી ચૂક્યું છે. આ બધાની વચ્ચે બીએસએફની ટીમ પણ સતત એલર્ટ છે. આ તરફ ફરી એકવાર કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.
કચ્છના જખૌ નજીક નિર્જન ટાપુ પરથી બીએસએફને પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સના ૧૦ બિન વારસી પેકેટ મળ્યા છે. નોંધનિય છે કે, બીએસએફને છેલ્લા દોઢ મહિનામાં સર્ચ ઓપરેશન દરમિયાન અત્યાર સુધી ૧૯૨ પેકેટ મળી આવ્યા છે.