કચ્છના અંજારમાં વીજ કરંટ લાગતા ૮ વર્ષના બાળકનું મોત, પરિવારજનોમાં શોકનો માહોલ

કચ્છના અંજારમાં વીજ કરંટ લાગતા 8 વર્ષના બાળકનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. મળતી માહિતી અનુસાર PGVCLના થાંભલે કરંટ લાગતા બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે. અંજારની અંજલી વિહાર સોસાયટીમાં આ ઘટના બની હતી. કરંટ લાગતા બાળકનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.

તો બીજી તરફ આ અગાઉ સુરતના સચિન વિસ્તારમાં આવેલી GIDC માં એક યુવકનું વીજ કરંટ લાગવાને લઈ મોત થયુ હતુ. ખાનગી કંપનીમાં ઈલેક્ટ્રીકનું કામ કરતા યુવકને વીજ કરંટ લાગવાથી તે બેભાન થઈ ગયો હતો. જેની જાણ થતા તાત્કાલીક સ્થાનિક ફાયર ટીમને ઘટના સ્થળ પર પહોંચી પતરાના શેડ પર બેભાન જણાતા યુવકને નિચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.