ભુજ, હાલમાં જ ભડકાઉ ભાષણ કરનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે ગુજરાતમાં ત્રણ કેસ નોંધાયા છે. ત્યારે સ્વામીનારાયણ સંતોના વિવાદિત નિવેદનો પણ સતત ચર્ચામાં રહે છે. વિવાદિત નિવેદનો કર્યા બાદ સંતોને માફી માંગવાનો પણ વારો આવ્યો છે. ત્યારે હવે કચ્છમાં એક સ્વામીનારાયણ સંતે જાહેરમાં પાકિસ્તાનની જય બોલાવી હતી. જોકે, પાકિસ્તાનની જય બોલાવીને તેમણે બાદમાં એક ખુલાસો કર્યો હતો. હાલ તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાપરના ચિત્રોડ રોડ પર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ આવેલી છે. તારીખ ૧૦ ફેબ્રુઆરીના રોજ અહીં પીએમ આવાસ યોજનના ઇ- લોકાર્પણ પ્રસંગ યોજાયો હતો. જેમાં ગુરુકુળના કેપી સ્વામી ઉપસ્થિત રહીને પ્રવચન આપ્યુ હતુ. પોતાના પ્રવચનના અંતે તેમણે ભારત માતા કી જય સાથે વિવિધ દેવી દેવતાઓનાં નામોની જય બોલાવી હતી. જેમાં લોકો પણ ઉત્સાહથી જય બોલાવી રહ્યા હતા. પરંતું એકાએક કેપી સ્વામીએ પાકિસ્તાનનું નામ લીધું હતું. તેથી ભૂલભૂલમાં લોકો પાકિસ્તાનની જય બોલી ગયા હતા. પરંતુ આ બાદ એકદમ શાંતિ છવાઈ હતી. લોકો બોલ્યા બાદ ખબર પડી કે, પાકિસ્તાનની જય બોલ્યા.
આ બાદ તરત, સ્વામીએ કહ્યું હતું કે ભારતનું અનાજ ખાવો છો, ભારતની માટી ઉપર રહો છો અને પાકિસ્તાનની જય બોલાવતા શરમ ના આવી તમને? આમ, સ્વામીના જયઘોષ બોલવતો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
તો બીજી તરફ, જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા મુદ્દે પોલીસ સકંજામાં આવેલા મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુશ્કેલીમાં વધુ એક વખત વધારો થયો છે. ગઈ કાલ કચ્છના ભચાઉ ખાતે મૌલાના રિમાન્ડ પુરા થતાની સાથે અરવલ્લી પોલીસ કચ્છના ભચાઉ ખાતેથી અરવલ્લી પોલીસે કબજો લીધો હતો. આજે સવારે અરવલ્લી પોલીસ મૌલાનાને લઈ અરવલ્લી પહોંચી હતી. જ્યાં મૌલાનાને પહેલા ગુપ્તા જગ્યાએ રાખી અને dysp કક્ષાના અધિકારીઓ દ્વારા મૌલાનાની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને એસપી કચેરી લાવવામાં આવ્યા હતા. ત્યાંથી તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં અરવલ્લી પોલીસ દ્વારા બેંકમાં ફંડિંગ માહિતી તેમજ ૧૦ મુદ્દાના આધારે ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા ૫ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.