ભુજ, કચ્છની ધરા ફરી ધ્રુજી છે. રાત્રે ૧૨.૧૨ મીનીટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૩ ની નોંધાઈ છે અને ખાવડા નજીક ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયુ છે. જો કે તીવ્રતા ઓછી હોવાથી કોઇ નુકશાની થઇ ન હતી.
કચ્છમાં મેન ફોલ્ટલાઈન વર્ષોથી સક્રિય રહી છે. અહી જમીનની બે પ્લેટ વચ્ચે ઘર્ષણ અને ટકરાવ થાય ત્યારે ભૂકંપ આવતો હોય છે. કચ્છમાં વર્ષ ૨૦૦૧મા વિનાશક ભૂકંપ આવ્યો હતો જેણે કચ્છને તહેસમહેસ કરી નાખ્યુ હતું. જેમા અનેક લોકોના મોત નીપજ્યા હતા. ગામેગામ સાફ થઇ ગયા હતા. સામાન્ય રીતે મોટી ફોલ્ટલાઈન જમીનની બહુ ઉંડે હોય છે અને ૧૫-૨૫ કિ.મી. ઉંડાઈએ આંચકા ઉદ્ભવતા હોય છે. કચ્છમાં ૨૦૦૧માં આવેલા તીવ્ર ભૂકંપ બાદ હજુ સુધી આટર શોક આવી રહ્યા છે. ત્યારે ગઇકાલે રાત્રે ફરી કચ્છની ધરા ધ્રુજી હતી જો કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઇ નુકશાની થઇ ન હતી. રાત્રે ૧૨.૧૨ મીનીટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૩ ની નોંધાઈ છે અને ખાવડા નજીક ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયુ છે.
આપને જણાવી દઈએ કે, આ પહેલા કચ્છમાં ૧ સપ્ટેમ્બરે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. જેમા રાત્રીના ૮.૫૪ મિનિટે ૪.૫ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેનું કેન્દ્રબિંદુ દૂધઈથી ૧૫ કિલોમીટર દૂર હતું. આ અગાઉ પણ દૂધઈમાં જ ૩.૩ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો.
થોડા સમય અગાઉ ધોળાવીરાથી ઉત્તરે ભારત-પાક બોર્ડર પર ૫૯ કિ.મી.ના અંતરે ભૂકંપ નોંધાયો છે.જેની તીવ્રતા રિચર સ્કેલ ઉપર ૪.૧ની નોંધાઈ હતી, તેના પછી તા.૨-૧૦-૨૦૨૩ના આટલી જ તીવ્રતાનો કચ્છના જ દુધઈ પંથકમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. વર્ષ ૨૦૨૨ માં ૪થી વધુ તીવ્રતાનો ભૂકંપનો આંચકો સૌરાષ્ટ્રના તાલાલા વિસ્તારમાં નોધાયો હતો. વર્ષ ૨૦૨૩માં આટલી જ તિવ્રતાના આંચકો કચ્છના દુધઈમાં ૨, ખાવડા પંથકમાં ૧, ઉત્તર ગુજરાતના વાવમાં આવ્યા હતા. એક વર્ષ બાદ ફરી ધરતીના પેટાળમાં ગતિવિધિઓ વધી છે.
ભારતમાં વર્ષ ૨૦૨૩માં ૧૨૪થી વધુ ભૂકંપના હળવા અને તીવ્ર આંચકા આવી ચુક્યા છે. ૨૦૨૩માં ભૂકંપની ગતિવિધિમાં ભારે વધારો થવાનું મુખ્ય કારણ પશ્ર્ચિમ નેપાળમાં અલ્મોરા ફોલ્ટનું સક્રિય કરણ હોવાનું કહેવાય છે. આ પ્રવૃત્તિને કારણે દેશમાં ત્રણ જેટલા વધુ તીવ્રતાના ધરતીકંપ આવી ચુક્યા છે. ઉત્તર ભારતમાં તેની અસર જોવા મળી હતી. વર્ષ ૨૦૨૩માં ભૂકંપની આટર શોક ચાર વર્ષમાં બમણી થઈ ગઈ છે. લોક્સભામાં એક લેખિત પ્રશ્ર્નના જવાબમાં જાણવા મળ્યુ કે પશ્ર્ચિમ નેપાળમાં અલ્મોરા ફોલ્ટ સક્રિય થવાને કારણે ભૂકંપના કેસમાં વધારો થયો છે.ઉત્તર ભારત અને નેપાળમાં અવારનવાર મયમ ભૂકંપ અને ધરતીકંપની ગતિવિધિઓમાં વધઘટ અનુભવવી સામાન્ય છે.