કચ્છમાં મીઠા અને ટ્રાન્સપોર્ટ બિઝનેસ ગ્રુપ પર આઇટીનું મેગા સર્ચ, ૨૦૦ કરોડથી વધારે બેનામી વ્યવહાર મળ્યા

ભુજ, ફરી એકવાર ગુજરાતમાં ઇક્ધમટેક્સ વિભાગે વિવિધ સ્થળોએ તવાઇ બોલાવી છે. કચ્છમાં મીઠા અને ટ્રાન્સપોર્ટ બિઝનેસ ગ્રુપ પર આઇટીનું મેગા સર્ચ કરાયું છે. ગાંધીધામમાં શ્રીરામ, કિરણ ગ્રુપ પર આઇટીએ દરોડા પાડ્યા છે. સર્ચ ઓપરેશનમાં ૨૦૦ કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરાના અધિકારીઓની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ૧૨૫ અધિકારીઓની ટીમનું ૨૫ સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી છે.આઇટી વિભાગની રેડના પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. આ અગાઉ પણ ઇક્ધમ ટેક્સ વિભાગે ગુજરાતમાં ખેડા, નડિયાદ અને આણંદના બે ગ્રુપ પર કાર્યવાહી હાથ ધરી હતી. ઇક્ધમટેક્સ વિભાગ દ્વારા બે ગ્રુપ પર બેનામી વ્યવહારોની આશંકાના પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી.