ભુજ, ગુજરાતના કચ્છમાં વારંવાર ભૂકંપના આચંકા અનુભવાતા હોય છે. ત્યારે ફરી એક વાક ભૂકંપના આંચકાથી કચ્છ ધણધણ્યુ છે. કચ્છના ભચાઉમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યુ છે. ભચાઉમાં ૨.૯ તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભચાઉથી ૧૩ કિમિ દુર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ છે.
આ પહેલા ૨૩ જુલાઇ ૨૦૨૩ના રોજ રાત્રે ૭.૨૯ કલાકે કચ્છના જ ભચાઉમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૧ નોંધાઇ છે. તો ૨૩ જુલાઇ ૨૦૨૩ના રોજ બપોરે પણ ૧.૧૯ કલાકે કચ્છના ફતેહગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તિવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૭ નોંધવામાં આવી હતી.