કચ્છમાં ફરી આવ્યો ભૂકંપ, આંચકાથી સ્થાનિકોમાં વ્યાપી ગયો ફફડાટ

ગાંધીનગર,

ગુજરાતની સરહદને અડીને આવેલાં સૌથી મોટા કચ્છ જિલ્લાની ધરા ધ્રૂજી છે. કચ્છ જિલ્લામાં ૩.૯ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. ભૂકંપના આંચકાને કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આંચકો અનુભવાતાની સાથે જ લોકો ગભરાટના માર્યા રસ્તાઓ પર દોડી આવ્યાં હતાં. કચ્છ જિલ્લામાં આવેલાં બેલા થી ૨૪ કીમી દુર ભુકંપનું કેંદ્ર બિંદુ જોવા મળ્યું છે. આજે બપોરે બરોબર ૩.૫૮ કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ઉલ્લેખનીય છેકે, થોડા સમય અગાઉ જ રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા અને ચીખલીમાં ભુકંપના આંચકા અનુભવાયા હતા. વારંવાર ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. ત્યારે સવાલ એ પણ થાય છેકે, આખરે વારંવાર ભૂકંપ કેમ આવે છે. ભૂકંપ આવવા પાછળનું કારણ શું હોય છે એ સમજવાની પણ જરૂર છે.

ભૂકંપ આવવા પાછળ શું કારણ હોય છે તે પણ જાણવું જરૂરી છે. ધરતીની અંદર ૭ પ્લેટ્સ હોય છે જે સતત ઘૂમતી રહે છે. આ પ્લેટ્સ જે જગ્યાએ સૌથી વધુ ટકરાય છે તેને ફોલ્ટ લાઈન ઝોન કહેવામાં આવે છે. વારંવાર ટકરાવવાથી પ્લેટ્સના ખૂણા વળી જાય છે. જ્યારે પ્રેશર વધવા લાગે છે ત્યારે પ્લેટ્સ તૂટવા લાગે છે. તેમના તૂટવાના કારણે અંદરની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. આ ડિસ્ટર્બન્સ બાદ ભૂકંપ આવે છે.