
ભુજ, કચ્છમાં ફરી એક્વાર ડીઆરઆઇએ સૌથી મોટી કાર્યવાહી કરી છે. વાત જાણે એમ છે કે,ડીઆરઆઇએ વધુ એકવાર ગેરકાયદે સોપારીની દાણચોરી પકડી પાડી છે. પ્રાથમિક વિગતો મુજબ સોપારીનો જથ્થો ’બેઝ ઓઇલ’ ડ્રમ્સમાં છુપાવાયો હતો. જેમાં કન્ટેનરમાં બેઝ ઓઇલ પાર્સલની ઓળખ આપી યુએઇથી મુન્દ્રા પોર્ટ લવાઈ હતી. જોકે ભારતમાં સપ્લાય કરવાની નવી મોડેશ ઓપરેન્ડીનો ડીઆરઆઇ પર્દાફાશ કર્યો છે.
કચ્છના મુંદ્રા પોર્ટ પર કન્ટેનરમાં બેઝ ઓઇલ પાર્સલની ઓળખ આપી ’બેઝ ઓઇલ’ ડ્રમ્સમાં છુપાવી યુએઇથી ગેરકાયદે સોપારીનો જથ્થો લાવવામાં આવ્યો હતો. જે બાદમાં અહીથી ભારતમાં આ ગેરકાયદે સોપારી સપ્લાય કરવાની નવી મોડશ ઓપરેન્ડીનો ડીઆરઆઇએ પર્દાફાશ કર્યો છે. આ સાથે ડીઆરઆઇએ ગેરકાયદે ૮૩ મેટ્રિક ટન સોપારી અંદાજે રૂપિયા ૫ કરોડ ૭૧ લાખનો જથ્થો જપ્ત કર્યો છે. વિગતો મુજબ ૭૩૮ ડ્રમમાંથી ૬૫૮ ડ્રમમાં સોપારી અને ૮૦ ડ્રમમાં બેઝ ઓઈલ મળી આવ્યું છે.