કચ્છમાં બિપોરજોય વાવાઝોડાના કારણે ભારે નુક્સાન,ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થતાં અનેક રસ્તાઓ બંધ થયા

  • અમારી આસપાસના ઘણા લોકોના મકાનોના છાપરા ઉડી ગયા.રાત્રે વરસાદ હોવા છતાં ઘરની બહાર બેઠા હતા. અમે આખી રાત સૂતા નથી.

અમદાવાદ, અરબી સમુદ્રમાં સક્રિય બિપોરજોય વાવાઝોડું ગતરોજ જખૌ પોર્ટ નજીક ટકરાતા કચ્છમાં ભારે નુક્સાન થયું છે. અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા છે, લોકોના ઘરના પતરા ઉડી ગયા છે, ઘરની દીવાલો પડી ગઈ છે. સાથે જ બિપોરજોય વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાતા અનેક વીજપોલ ધરાશાયી થયા છે. તેજ પવન અને ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થતાં અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. દ્ગડ્ઢઇહ્લની ટીમ કટર મશીન સાથે ગ્રાઉન્ડ પર ઉતરી છે. વાવાઝોડા બાદ રાહતની કામગીરી હાથ ધરી છે. કચ્છમાં બિપોરજોય વાવાઝોડાની માઠી અસર પડી છે. કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે માંડવી-ભુજ હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. વરસાદી પાણી ફરી વળતા મુખ્યમાર્ગ અવરોધાયો છે. કચ્છમાં વરસાદથી વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે.

કચ્છના માંડવીમાં અતિભારે વરસાદ થયોે છે. ૭૦થી ૮૦ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતોે. ભારે પવનને કારણે વહાનવ્યવહાર ઠપ થયો છે. ભારે પવન અને વરસાદના લીધે વિઝિબિલિટી ઘટી હતી . વાવાઝોડાના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતા રોડ બ્લોક થયા છે. જૂના અને મહાકાય વૃક્ષો ધરાશાયી થયા છે. વાવાઝોડાને લઈને અનેક વાહનોને પણ ઘણું નુક્સાન થયું છે. પાર્ક કરેલી ગાડીઓ પર વૃક્ષો ધરાશાયી થયા છે. તો અનેક રોડ-રસ્તાઓ પર વૃક્ષો ધરાશાયી થતાં અનેક માર્ગ બંધ થયા છે. રસ્તા બંધ થવાના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો બાજુ લોકોના ઘરના પતરા ઉડી ગયા છે. તો કેટલાક કાચા ઘરની દીવાલો પડી ગઈ છે.

કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે સ્થાનિકોએ ગતરોજ ટકરાયેલા વાવાઝોડાની સરખામણી વર્ષ ૧૯૯૮માં આવેલા વાવાઝોડા સાથે કરી છે. સ્થાનિકે જણાવ્યું કે, લાંબા સમય બાદ મોટું વાવાઝોડું આવ્યું છે. રાત્રે ખતરનાક પવન ફૂંકાઈ રહ્યો હતો, અમારી આસપાસના ઘણા લોકોના મકાનોના છાપરા ઉડી ગયા છે. અમે પોતે રાત્રે વરસાદ હોવા છતાં ઘરની બહાર બેઠા હતા. અમે આખી રાત સૂતા નથી.અન્ય એક સ્થાનિકે કહ્યું કે, વર્ષ ૧૯૯૮માં આવેલા વિનાશક વાવાઝોડા કરતા પણ બિપોરજોય વાવાઝોડાની પવનની ઝડપ ઘણી વધારે હતી. અમને માં આશાપુરાએ બચાવી લીધા છે. ગુજરાત સરકારની એક્ટિવિટી સારી રહી છે. કચ્છ પર ત્રાટકેલા વાવાઝોડાની સૌથી મોટી અસર ગાંધીધામમાં જોવામળી છે. ગાંધીધામમાં બિપોરજોય વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી. હાલ ગાંધીધામમાં જળબંબાકારની સ્થિતિ છે. શહેરના તમામ માર્ગો પાણીમાં ગરકાવ. હાલ ૨૫ મીટર દૂર પણ ન જોઈ શકાય તેવો અતિભારે વરસાદ વરસી રહ્યો છે. તો ઘરોમાં વીજળી પણ નથી, વીજપોલ ધરાશાયી થવાથી વીજ પુરવઠો ખોરવાયો છે.

ગાંધીધામમાં મોડી રાતથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદથી ગાંધીધામમાં જળબંબાકાર જેવી સ્થિતિમાં આવી ગયું છે. ગાંધીધામના તમામ માર્ગો પાણીમાં ડૂબી ગયા છે. શહેરમાંથી પસાર થતા હાઈવેના સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થયો છે. ગાંધીધામ પંથક વાવાઝોડાના કારણે થંભી ગયા છે. ભારે વરસાદના કારણે ગાઁધીધામમાં વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. ગાંધીધામમાં વીજ પુરવઠો ગુરુવાર રાત્રેથી ઠપ્પ થયો છે. ભારે વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થયું છે.સમગ્ર ગાંધીધામ હાલ થંભી ગયું છે. વાહનની ૨૫ મીટર દૂર પણ ન જોઈ શકાય એટલો અતિ તીવ્ર વરસાદ વરસી રહ્યો છે. હાલ વરસાદની તિવ્રતા ઓછી થતા આંશિક રાહત જોવા મળી છે.

રાજ્યના માથેથી બિપોરજોય વાવાઝોડા નામનું સંકટ ટળ્યું છે. પરંતુ આજે પણ તેની અસર રાજ્યમાં જોવા મળી રહી છે. વાવાઝોડાનું લેન્ડફોલ થયું તે પહેલા જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આ ભારે પવન અને વરસાદ આજે સવાર સુધી અને તે બાદ પણ ચાલુ જ રહ્યો છે. હવામાન વિભાગે આપેલા છ કલાકના એટલે આજે સવારે છ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૧૧૭ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે.રાજ્યમાં છ કલાકમાં કુલ ૧૧૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ જામનગરમાં પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જે બાદ કચ્છના અંજાર, માંડવીમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે દ્વારકામાં ૩.૮ ઇંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે, કચ્છના ગાંધીધામ, દ્વારકાના ખંભાળિયામાં અને રાજકોટના લોધિકામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. નોંધનીય છે કે, વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ગુરુવારે બપોરથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે.આંકડા પ્રમાણે, મોરબીના માળિયા, ભચાઉ, રાજકોટ, વાંકાનેર, જામકંડોરણામાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

જામનગરમાં છેલ્લા ૨૪ કલાકમાં અનરાધાર વરસાદ પડ્યો છે. આ સાથે કાલાવાડમાં ૬૭ મીમી વરસાદ પડ્યો છે. જામજોધપુરમાં ૯૧ મીમી વરસાદ પડ્યો છે. આ સાથે જામનગરમાં ૩૯ મીમી વરસાદ પડ્યો છે. જોડિયામાં ૩૧ મીમી વરસાદ પડ્યો છે. ધ્રોલમાં ૮૯ મીમી વરસાદ પડ્યો છે. લાલપુરમાં ૧૧૦ મીમી વરસાદની સાથે જામનગરના દરિયા કિનારે હવે ૩ નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે.હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ૧૬મીએ સૌરાષ્ટ્ર અને કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનમાં અને દક્ષિણપૂર્વમાં મોટા ભાગના સ્થળોએ હળવાથી મયમ વરસાદની આગાહી છે. જ્યારે કોઇક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા છે.