
ભુજ, છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ભારતની ધરા સતત ધૂર્જી રહી હતી. ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહી છે. પરંતું હવે ગુજરાતમાં પણ ભૂકંપની સીઝન બદલાઈ છે. છેલ્લાં કચ્છમાં ભૂકંપના આંચકાઓ શરૂ થયા છે. કચ્છમાં છેલ્લાં અઠવાડિયામાં ત્રણવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે વહેલી સવારે કચ્છના ખાવડામાં ૪ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે.
કચ્છની ધરા પર ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત છે. આજે સવારે ખાવડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સવારે ૮:૦૬ કલાકે ૪.૦૦ની તીવ્રતાનો આંચકો રિક્ટર સ્કેલ પર નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી ૩૦ કિલોમીટર દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટમાં નોંધાયું છે.
૨૮ જાન્યુઆરીએ મોરબી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તો કચ્છના ભચાઉમાં આવેલ ભૂકંપનો આંચકો મોરબી જિલ્લામાં પણ અનુભવાયો હતો. હળવદ, માળિયા અને મોરબી વિસ્તારમાં પોણા પાંચ વાગ્યે ધારા ધ્રુજી હતી. મોરબીના લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. આ સમયે કચ્છના ભુજમાં ૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
સતત આવી રહેલા ભૂકંપને કારણે હાલ સમગ્ર કચ્છમાં ડરનો માહોલ છે. હજી ૨૬ જાન્યુઆરી જ ભૂકંપની વરસી ગઈ હતી. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧નાં આવેલા ભૂકંપની યાદ તાજી થઈ હતી. ૨૩ મી વરસીએ આવેલા ભયંકર ભૂકંપની યાદ લોકોને ધ્રુજાવી ગઈ હતી.