કચ્છમાં સવારે ભૂકંપનો આંચકો આવતા ભયનો માહોલ સર્જાઈ ગયો

ભુજ,\ કચ્છમાં સવારે ભૂકંપનો આંચકો આવતા ભયનો માહોલ સર્જાઈ ગયો છે. લોકો હાંફળાફાંફળા બનીને બહાર આવી ગયા હતા. કચ્છના સરહદી વિસ્તારોમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપના આ આંચકાનું કેન્દ્રબિંદુ લખપતથી ૬૦ કિ.મી. દૂર નોંધાયું છે. આંચકાના લીધે લોકોએ ગભરાટની લાગણી અનુભવી હતી. કચ્છમાં હવે ભૂકંપના આંચકા અવારનવાર આવી રહ્યા છે. આ પ્રકારના આંચક લગભગ અમુક-અમુક દિવસના અંતરે નોંધાય છે. આ આંચકાની તીવ્રતાની સરેરાશ સામાન્ય રીતે ૩થી ૪ રિક્ટર સ્કેલની વચ્ચે હોય છે.

ઉલ્લેખનીય છે કે કચ્છમાં ૨૦૦૧માં આવેલા ભૂકંપને રીતસરનો વિનાશ વેર્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૯ની હતી. તેની અસર સમગ્ર પશ્ર્ચિમ ભારતમાં અનુભવાઈ હતી. કચ્છમાં આવેલો આ ભૂકંપનો આંચકો ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ અનુભવાયો હતો. સરકારે આ ભૂકંપ અંગે જાહેર કરેલા મૃત્યુના સત્તાવાર આંકડા મુજબ લગભગ દસ હજાર લોકોથી વધુના મોત થયા હતા. ૨૫ હજારથી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. કેટલાય લોકો ગુમ થઈ ગયા હતા. ભૂકંપની આ હોનારતમાંથી તો કચ્છ બેઠું થઈ ગયું, પરંતુ તેની સ્મૃતિઓમાંથી હજી પણ તે ભૂકંપ ઘયો નથી.