કચ્છમાં બપોરે ૨.૭ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, કેન્દ્રબિંદુ ફતેહગઢમાં નોંધાયુ

ભુજ, રાજ્યમાં વારંવાર ભૂકંપની ઘટના બનતી હોય છે. આજે બપોરે ૧.૧૯ કલાકે કચ્છમાં ૨.૭ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનુ કેન્દ્રબિંદુ ફતેહગઢમાં નોંધાયુ છે. જે કચ્છ થી ૧૩ કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ આવેલુ છે.આ અગાઉ ૧૪ જુલાઈના રોજ કચ્છના ખાવડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે કચ્છના ખાવડા નજીક પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો. કચ્છના ખાવડામાં લગભગ ૧૨.૧૬ કલાકે ખાવડા નજીક ૩.૦ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનુ કેન્દ્રબિંદુ ખાવડાથી લગભગ ૩૫ કિમી દૂર નોર્થ વેસ્ટ બાજુ નોંધાયુ હતુ.

તો આ અગાઉ ૩ જુલાઈ ૨૦૨૩ના રોજ વહેલી સવારે કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. કચ્છ જિલ્લાના રાપર નજીક સવારે ૩ કલાકે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જો ભૂકંપના કેન્દ્રબિંદુની વાત કરીએ તો કચ્છના રાપરથી ૨૬ કિમી વેસ્ટ નોર્થ વેસ્ટ પાસે નોધાયુ હતુ. તો બીજી તરફ ૧૭ મે ૨૦૨૩ના રોજ પણ કચ્છમાં ભૂકંપનો આંચકાનો અનુભવાયો હતો. કચ્છમાં મોડી રાત્રે ૪.૨ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ત્યારે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી ૩૯ કિમી નોર્થ ઈસ્ટ પાસે હતુ. તો આ તરફ આ અગાઉ ૧૧ એપ્રિલના રોજ કચ્છ બોર્ડર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો તીવ્રતાની વાત કરીએ તો આ ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૬ ની નોંધાઈ હતી. ત્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી ૪૨ કિલોમીટર દૂર હોવાનુ સામે આવ્યુ હતુ.

આપણા બધાના મનમાં વિચાર આવે છે કે વારંવાર કચ્છમાં ભૂકંપ આવે છે, ત્યારે તમે ક્યારેય વિચાર્યુ છે કે ગુજરાતમાં સૌથી વધારે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાય છે. છેલ્લા ૨૦ વર્ષથી સતત ભૂકંપના આંચકા કેમ અનુભવાઈ રહ્યા છે. કચ્છ યૂનિવસટીના સંશોધન અનુસાર આ પાછળનું મુખ્ય કારણ એ છે કે કચ્છમાં ભૂકંપની ૪ ફોલ્ટલાઈન આવેલી છે. જેમાંથી વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે. આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકાનો અનુભવાય છે. મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે ૨૦૦૧ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ નોધાય છે.