
ભુજ,
ભુજ તથા કચ્છના પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર સામખીયાળી પોલીસ અધિકારીઓએ વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ માલ સાથે ટ્રક ઝડપી પાડી હતી.૪૯.૩૬ લાખની સોપારી અને ૧૦ લાખના ટ્રક સહિત કુલ સહિત કુલ ૫૯.૩૬ લાખનો માલ અધિકારીઓએ કબજે કર્યો હતો.
આ અંગે પોલીસ વિભાગ પ્રાપ્ત માહિતી પ્રમાણે અગાઉ થી મળેલી બાતમી પ્રમાણે સામખીયાળી પોલીસનો સ્ટાફ સવારથી રાત સુધી રાહમાં હતા.આ દરમિયાન સામખીયાળીથી માળીયા જતાં હાઇવે પર હોટલ કર્ણી પાસે ખાનગી વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું.
આ દરમિયાન પોલીસ વિભાગની પૂછપરછ દરમિયાન એક ટ્રકની તપાસ વખતે સંતોષકારક જવાબ નહીં મળતા ટ્રકમાં ભરેલ સામાન બિલ વગરનો મળી આવતા ડ્રાઇવર અને ક્લીનરની અટક કરી સામખીયાળી પોલીસ સ્ટેશન લાવી અને પોલીસ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ વિભાગની પૂછપરછમાં જે આરોપીઓ ઝડપવામાં આવ્યા છે, તેમનું નામ ભીમાભાઇ આબાભાઈ રબારી રહે. ભરડવા ,તાલુકો સુઈગામ, જિલ્લા બનાસકાંઠા તથા બાબાભાઈ નાગજીભાઈ રબારી રહે.ખીમાણવાસ, તાલુકો વાવ, જિલ્લા બનાસકાંઠા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે .આ બંને આરોપીઓને ઝડપી અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.