ભુજ, બિપરજોય વાવાઝોડાને લઈ તંત્ર દ્વારા હવે આખરી તબક્કાની તૈયારીઓ અને સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે. બિપરજોય વાવાઝોડાથી જાન-માલને નુક્શાન ના થાય એ માટે થઈને શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન કચ્છ જિલ્લામાં દરિયાકાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૬૭૩૦ લોકોને સલામત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. જેમાંથી ૪૫૦૯ જેટલા અગરિયાઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ૧૮૭ આશ્રય સ્થળો પર સલામત રીતે રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
૧૫ હજારથી વધારે લોકોને સ્થળાંતર કરવામાં આવી શકે છે. આ માટે ફૂડ પેકેટ અને મેડિકલની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. આશ્રય સ્થાનો પર ફુડ પેકેટ અને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સલામત સ્થળે લોકોને ખસેડવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે.