અમદાવાદ, ચોમાસાના શરુઆતના દિવસોમાં જ મેઘરાજાએ ગુજરાતમાં ધબધબાટી બોલાવી છે. કચ્છ જિલ્લામાં થોડાક જ દિવસોમાં સીઝનનો કુલ ૯૪ ટકા વરસાદ વરસી ગયો છે. તો સૌરાષ્ટ્રમાં સીઝનનો ૫૩ ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ સીઝનનો ૩૫ ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ૨૮ ટકા વરસાદ ખાબક્યો છે. તો મધ્ય ગુજરાતમાં સીઝનનો ૨૫ ટકા વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સીઝનનો સરેરાશ ૩૬ ટકા વરસાદ વરસી ગયો છે.
ગુજરાતમાં જિલ્લા પ્રમાણે સીઝનના વરસદાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં ૪૦.૩૪ ટકા, બનાસકાંઠામાં ૪૭.૯૯ ટકા, મહેસાણામાં ૨૯.૯૭ ટકા, સાબરકાંઠામાં ૩૧.૪૧ ટકા, અરવલ્લીમાં ૨૩.૫૨ ટકા, ગાંધીનગરમાં ૩૪.૪૧ ટકા વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં સીઝનનો ૨૯.૬૪ ટકા વરસાદ વરસી ગયો છે. તો ખેડામાં સીઝનનો ૩૩.૩૧ ટકા, આણંદમાં સીઝનનો ૩૩.૬૦ ટકા, વડોદરામાં સીઝનનો ૨૧.૪૯ ટકા, છોટા ઉદેપુરમાં સીઝનનો ૧૪.૩૨ ટકા, પંચમહાલમાં ૨૧.૫૨ ટકા, મહિસાગરમાં ૨૫.૦૮ ટકા વરસાદ નોંધાયો છે. તો દાહોદમાં સીઝનનો ૧૫.૬૯ ટકા વરસાદ નોંધાયો છે.