કચ્છ જીલ્લામાં દરરોજ દોઢ લાખ પાણીની બોટલોની ડીમાન્ડ વધી

ઉનાળાનો પ્રખર તાપ વરસી રહ્યો છે. ત્યારે પાણીની ડીમાન્ડ વધી જવા પામી છે. નગરપાલિકાના અને પંચાયત દ્વારા પુરૂ પાડવામાં આવતું પાણી મોટાભાગના લોકો પીવાનું ટાળે છે. તેના બદલે આર.ઓ. અને બોટલમાં વહેચાતું પાણી પીવાનું આગ્રહ રાખે છે.કચ્છના દરિયાઈ વિસ્તારમાં આવેલા મુન્દ્રા તાલુકાની વાત કરીએ તો દરરોજ ૧૫૦૦૦ બોટલ-૨૦ લીટરની પાણીની ડીમાન્ડ રહે છે.

યશ વોટર કંપનીના અસ્લમભાઈ તુર્કના કહેવા મુજબ મોટાભાગના લોકો આજે બોટલનું જ પાણી પીવાનો આગ્રહ રાખી રહ્યા છે. જેનું મુખ્ય કારણ જમીનમાં ટીડીએસની માત્રા વધારે છે.

આ વાત થઈ એક તાલુકાનીદરેક તાલુકા મથકે જોવા જઈએ તો જિલ્લાના દસ તાલુકામાં દરરોજ દોઢલાખ પીવાના પાણીની ૨૦ લીટર બોટલોનો ઉપાડ ઘર અને રેસ્ટોરન્ટ ઓફીસોમાં ઉપયોગ થઈ રહ્યો છે. આમ ૩૦ લાખ લીટર પાણી બહારથી લોકો મંગાવે છે. હાલ ઉનાળાની ગરમી ઉપાડ બેગણો થવા પામ્યો છે એટલું જ નહિ કેટલાક સ્થળોએ તો પાણી ક્ષારવાળુ આવતું હોવાથી ન્હાવા માટે પણ બોટલોનું પાણી ઉપયોગ કરી રહ્યા હોવાની હકીક્ત છે.

માધાપર જુનાવાસ પૂર્વ સરપંચ જોરાવરસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે ૨૦૦૦ થી વધુ ટીડીએસ ધરાવતું પાણી હોય તો તે પીવાલાયક નથી, છેલ્લા પાંચ વર્ષમાં જોઈએ તો જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી જવા પામ્યું છે. પરિણામે લોકો બોટલોની ડીમાન્ડ વધુ કરે છે.